મોરબીના યુવકને સેક્સની લાલચ આપી રાજકોટ બોલાવાયો, લાળ ટપકાવીને દોડેલા યુવક સાથે જે થયું તે જાણીને ચોંકી જશો
મળતી વિગતો અનુસાર, મોરબીના પાટીદાર યુવક સાથે મીઠી મીઠી વાતો કરી એકાંતમાં મળવા બોલાવ્યો હતો. બાદમાં તેનું અપહરણ કરી 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના કહેવા પ્રમાણે, હેતલ ઉર્ફ નંદની છૂટાછેડા લઇ એક પુત્ર સાથે એકલી રહે છે. મુકેશ તેનો મિત્ર છે અને બાકીના બે મુકેશના મિત્રો છે. હેતલ અને મુકેશે ઝડપથી પૈસાદાર થવા અને મોજશોખ પુરા કરવા આ ગોરખધંધો શરૂ કર્યો હોવાનું શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે. આ ગેગે અન્ય કોઇને શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અપનાવ્યાનું હાલ બહાર આવ્યું છે. બીજા કોઇ શિકાર કર્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.
તેણીએ મારી સાથે વાત કરવાની શરૂઆત કરી ત્યાં જ 25 થી 30 વર્ષના બે શખ્સો બહારથી આવ્યા હતાં અને કહ્યું હતું કે તમે શું કરો છો? મારા ઘરના સાથે કેમ છેડછાડ કરો છો? મેં કહ્યું કે હું કંઇ છેડછાડ નથી કરતો. હું તો નંદની સાથે આવ્યો છું. ત્યાં બીજા બે શખ્સો આવી ગયા હતાં અને મને માર મારવા લાગ્યા હતા.બાદમાં બંન્નેએ મને પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી આપી કાળા રંગની સ્કોર્પિયો કારમા બેસાડી મારા પર્સમાંથી 3500 રૂપિયા લૂંટી લીધા હતાં.
'છોકરીએ કહ્યું હતું કે, તમે મારા ઘરે આવો ત્યાં બેસીની શાંતિથી વાત કરીએ. આથી હું તેના એક્ટીવામાં બેસી જતાં તે મને કાલાવડ રોડ એક ઘરે લઇ ગઇ હતી. મને નીચેના રૂમમાં બેસાડી તે હું ઉપરના રૂમમાં ચક્કર મારીને આવું તેમ કહીને ગઇ હતી. હું સેટી પર બેઠો ત્યાં જ રૂમના બાથરૂમાંથી એક છોકરી આવી હતી. તેની ઉંમર 25 વર્ષ આસપાસ હતી.
મનિષભાઇ કહ્યું કે બાદમાં મારા પર એક યુવતીનો ફોટો આવ્યો હતો. ચાર દિવસ બાદ ફરીવાર તે મહિલાનો મારા પર કોલ આવ્યો હતો અને પૂછ્યું હતું કે તમે રાજકોટ આવો છો કે નહીં? મેં જવાબ આપ્યો હતો કે હું આવીશ તો મળીશ. ત્યારબાદ મેં હેતલ ઉર્ફ નંદનીના મોબાઇલ નંબર પર મેસેજ કર્યા હતાં. જોકે, પ્રથમ મેસેજ તેણીએ જ મોકલ્યો હતો.'
પોલીસના કહેવા પ્રમાણે, મોરબીમાં આલાપ રોડ પર સત્તાધાર સોસાયટી-2માં રહેતાં મનિષભાઇ ગોવિંદભાઇ ફેફર (ઉ.40) નામના પટેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી કે 'હું વાંકાનેર ટોલનાકા નજીક ક્યુટોન સિરામીકમાં કામ કરુ છું. દોઢ-બે માસ અગાઉ બપોરના સમયે મારા ફોન પર એક બહેનનો કોલ આવ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે તમે રાજકોટ આવતા હોય ત્યારે તમારે કોઇ સ્ત્રી સાથે સંબંધ રાખવો હોય તો તમને એક છોકરીનો ફોટો મોકલુ છું અને એક મોબાઇલ નંબર આપું છું તે હેતલ ઉર્ફ નંદની લાલજીભાઇ ઉમરાણીયાનો છે.
રાજકોટઃ એકાંતમાં મળવાની લાલચ આપી યુવકો પાસેથી રૂપિયા ખંખેરતી એક ગેંગને રાજકોટ પોલીસે ઝડપી હતી. આ ગેંગ હનીટ્રેપનો ઉપયોગ કરી યુવકો પાસેથી રૂપિયા પડાવતી હતી. ગેંગમાં સામેલ એક યુવતી અને બે પુરુષને ઝડપી લેવામાં આવ્યા છે. મોરબીના એક યુવકની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -