ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યે દીકરા માટે ખરીદી સાડા ચાર કરોડની લેમ્બોર્ગિની કાર ? જાણો વિગત
તેમણે પોતાની એફિડેવિટમાં આપેલી માહિતી મુજબ તેમની પાસે કુલ 13 વાહનો છે. જેમાં લક્ઝરી કાર્સ, જીપ, ટ્રેક્ટર અને સ્કૂટર પણ છે. રૂપિયા 1.18 કરોડની કિંમતના વાહનો તેમની પાસે છે અને તેમના વાહનોની એક ખાસિયત એ છે કે દરેકના રજિસ્ટ્રેશન નંબરમાં છેલ્લા બે આંકડા 99 હોય જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય પહેલાં રાજ્યગુરૂએ પોતે દારૂની પરમિટ ધરાવે છે અને દારૂ પીવે છે તેવું નિવેદન કરીને વિવાદ સર્જ્યો હતો. રાજ્યગુરુ રાજ્યના અમીર ધારાસભ્યોમાં આગળના ક્રમે આવે છે. 2012ની વિધાનસભા ચૂંટણી વખતે તેમણે કરેલી એફિડેવિટમાં રૂપિયા 122 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી જીત્યા હતા. આગામી વિધાનસભામાં આ જ બેઠક પર પોતે રૂપાણી સામે ચૂંટણી લડશે તેવી જાહેરાત કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કરી છે. હાલ તેઓ રૂપાણી સામે સતત કરાતાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂના 28 વર્ષીય પુત્ર સ્વરાજે લેમ્બોર્ગીની હરિકેન ઇટાલીયન કાર લીધી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પોતે કબૂલ્યું કે તેમણે આ લેમ્બોર્ગીની કાર દીકરા માટે લીધી છે અને તે પણ કારનો શોખીન છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરીને ચર્ચામાં છે.
રાજકોટ: કોંગ્રેસના ધારાસભ્ય અને રાજ્યના સૌથી ધનવાન ધારાસભ્યો પૈકીન એક ઇન્દ્રનીલ રાજ્યગુરૂના પુત્ર સ્વરાજે મોંઘીદાટ 4.5 કરોડની લેમ્બોર્ગીની કાર લીધી છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વાહનોના ભારે શોખીન છે અને તેમની પાસે 1.18 કરોડના જુદા જુદા વાહનો છે. હવે તેમના પુત્રમાં પણ આ વારસો ઉતર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -