રાજકોટઃ પરણીત યુવતીને યુવક સાથે બંધાયો પ્રેમસંબંધ, જાણો પછી શું આવ્યો કરુણ અંજામ?

રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલાથી આગળ ચોબારીની સીમમાં પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ યુગલ રાજકોટનું હોવાનું જાણવા મળ્યું છે. યુવતી પરિણીત છે, જ્યારે યુવક કુંવારો છે. બંને ઘરેથી ભાગી ગયા પછી તેમણે ઝેર પીને આપઘાત કર્યો હોવાની શંકા છે. જોકે, સાચું કારણ ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે.
બામણબોર પોલીસને બંનેએ પ્રેમ પ્રકરણને કારણે ઝેર પી સજોડે આપઘાત કર્યાની શંકા છે. જો કે મૃતદેહ કોહવાઇ ગયા હોઇ અને પરિણીતાના ચહેરાનો ભાગ જનાવર ખાઇ ગયા હોઇ મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
છ દિવસ પહેલા સાગરને શોધવા ઢાંઢીયાથી સોનુબેનના સગા બારવણ સાગરના બહેનના ઘરે પહોંચ્યા ત્યારે સાગર સોનુને લઇને ભાગી ગયાની ખબર પડી હતી. સાગરને શોધવા તેના કાકા, ભાઇઓ સહિતે પોતાની રીતે દોડધામ કરી હતી. દરમિયાન ગઇકાલે ચોટીલાથી આગળ ચોબારી ગામની સીમમાં તુમ્બો નામના વિસ્તારમાંથી આ બંનેની લાશ મળી હતી. બામણબોર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
જો કે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. ત્રણ સંતાનની માતા સોનુને ભગાડી ગયેલો અને તેની સાથે આપઘાત કરી લેનાર સાગર ચોથાભાઇ સોરાણી મુળ કુવાડવાના બેડલા પાસેના બારવણનો વતની છે. તેના માતા-પિતા હયાત ન હોઇ તે જ્યાં ખેત મજૂરી કરતો એ વાડીમાં જ રહેતો હતો. તેના ભાઇઓ વાંકાનેર રહે છે.
દરમિયાન ગઈ કાલે પહેલી ડિસેમ્બરે સાંજે આ બંનેની લાશ ચોબારીની સીમમાંથી મળી આવી હતી. સાગર અને સોનુ બાજુ-બાજુની વાડીમાં મજૂરી કરતાં હોઇ બંનેની આંખ મળી જતાં ભાગી ગયાનું અને હવે પરિવારજનો એક નહીં થવા દે તેવું લાગતાં સજોડે આપઘાત કર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. બંનેએ ઝેર પીધાની શકયતા છે.
ગત 27મી ડિસેમ્બરે બપોરે સોનુ ઘરે બળતણ લેવા જવાનું કહીને સાગર સાથે ભાગી ગઈ હતી. પરિવારને જાણ થતાં તેની શોધખોળ કરી હતી. જોકે, પત્તો ન મળતાં બીજા દિવસે 28મી ડિસેમ્બરે આજીડેમ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. બીજી તરફ પરિવારજનોએ તપાસ કરતાં બાજુની વાડીમાં કામ કરતાં સાગર સાથે ભાગી ગઈ હોવાની વિગતો બહાર આવી હતી. બંનેની શોધખોળ કરી પરંતુ પત્તો લાગ્યો નહોતો.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના બારવણનો સાગર ચોથાભાઈ સોલંકી(ઉ.વ.25) ત્રંબા પાસેના ઢાંઢીયા ગામે ખેત મજૂરી કરતો હતો. તેની બાજુની વાડીમાં કામ કરતી સોનુ બોળીયા(ઉ.વ.26) નામની પરણીત યુવતી પણ ખેત મજૂરી કરતી હતી. જેથી બંને સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.