ધોરાજી: મોજશોખ પૂરા કરવા કરી હતી 90 લાખની લૂટ, પકડાયા 6 આરોપી
પોલીસે સીસીટીવી ફુટેજ મા દેખાતા આરોપી ને ઝડપી પાડવા માટો અલગ અલગ ટીમો બનાવી હાઇવે પર નાકાબંધી કરી હતી જેમાં પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટના ની જાણ થતાની સાથે જ ધોરાજી અને જેતપુર ની સ્થાનીક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. નોટબંધી ના નિર્ણય બાદ થયેલ મોટી લુંટ ની ઘટના ની ગંભીરતા સમજી રાજકોટ ગ્રામ્ય પૉલીસ વડા અંતરીપ સૂદ ખુદ ધોરાજી દોડી ગયા હતા.
રાજકોટ જિલ્લાના ધોરાજીમા આવેલ મુથુટ ફાઇનાન્સ ઓફીસ મા સોમવારે સવારે 10 વાગ્યે 3 લૂટારુઓએ હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને સૉના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ 90 લાખની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા.
ધોરાજી: ધોરાજીમાં મુથુટ ફાઈનાન્સમાં થયેલી 90 લાખની લૂટ મામલે આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓમાં અશ્વિન ચૌહાણ, પ્રવિણ વાળા, રવિ ચાવડા, અશોક પરમાર અને રાજેશ ઉર્ફ ભુરો સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -