Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ નગ્ન ક્લીપ જોઇ પત્નીની નજર સામે સગીર દીકરીને બાપે પીંખી નાંખી, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
ફરિયાદ બાદ મહિલા પોલીસે તાકીદે તપાસનો ધમધમાટ શરૂ કરી હવસખોર બાપને ઝડપી લીધો છે. આ નરાધમે પોલીસ સમક્ષ એવું રટણ શરૂ કર્યુ હતું કે 'મને કો'કે મેલુ કરી નાંખ્યું છે, આથી હું ભાન ભુલીને આવું કરતો હતો'. જોકે, પોલીસ કડકાઇ કરતાં કહ્યું હતું કે મોબાઇલમાં નગ્ન ક્લીપો જોયા બાદ વિકૃત થઇ બેકાબૂ બની દિકરી સાથે બળજબરી કરતો હતો. આ શખ્સના શૈતાની કૃત્ય પર ફિટકાર વરસી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ ભાવનગર રોડ વિસ્તારમાં રહેતાં ૩૨ વર્ષના એક બાપે પોતાની જ ૧૪ વર્ષની સગી દીકરી પર બળાત્કાર ગુજારતા હવસખોર પિતા પર ફિટકાર વરસી રહ્યો છે. ગઇ કાલે મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પછી હવસખોરની ધરપકડ કરવામાં આવી હતી. ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મોબાઇલમાં નગ્ન ક્લીપો જોયા બાદ તે દીકરી પર બળાત્કાર ગુજારતો હતો.
મંગળવારે સવારે દાદી કામે ગયા બાદ હું ભાઇ-બહેન સાથે ઉંઘતી હતી ત્યારે મને પિતાએ રૂમાં ખેંચી હતી. ડંડાથી મારતાં-મારતાં તે મને રૂમમાં લઇ ગયા હતા અને મારી માતાને પણ બોલાવી કપડા ખોલવા કહેતાં અમે ના પાડતાં માર માર્યો હતો. બાદમાં મને જમીન પર ધક્કો મારી પછાડી દઇ બળજબરી કરી હતી. અંતે મને માતા અને દાદી પોલીસ સ્ટેશને લાવ્યા હતાં.
સગીરાએ જણાવ્યું હતું કે, પિતા મારી સાથે આવું કરતાં હોવાથી હું તેમનાથી મોટે ભાગે દૂર જ રહેતી હતી. ત્યાર પછી તેણે મારી માતાની હાજરીમાં મને રૂમમાં ખેંચી લીધી હતી અને માતાને પણ સાથે પૂરી તેની નજર સામે જ નિર્વસ્ત્ર કરી ન કરવાનું કર્યું હતું. મારી માતા અને દાદીએ અત્યાર સુધી બદનામીના ડરે કોઇને વાત કરી નહોતી.
સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા મને પિતાએ તેને રૂમમાં પૂરી નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. હું દોટ મુકીને બહાર નીકળી ગઇ હતી અને બાદમાં માતાને વાત કરી હતી. ત્યારે મારી માતાને પણ પિતાએ માર મારી આ વાત કોઇને કરી તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
14 વર્ષીય દીકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી માતા અને તેની દાદીએ હવસખોર પતિની કરતૂતતોનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદને આધારે હવસખોર પિતા આઇપીસીની કલમ ૩૭૬ (૨) એફ આઇ, ૩૫૪ (એ), ૩૨૩, ૫૦૬ (૨), ૧૩૫ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઇ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -