ગોંડલઃ પૂર્વ ધારાસભ્યએ ફોરેસ્ટ અધિકારીઓ સાથે કરી મારપીટ, CCTV થયા જાહેર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન તેઓ રિબડા પહોંચ્યા હતા ત્યારે બસમાં ડીઝલ પુરાવા માટે પેટ્રોલપંપે બસ ઉભી રાખી હતી. બસમાં ડીઝલ ભરાવવામાં આવી રહ્યું હતું ત્યારે કેટલાક અધિકારીઓ બસમાંથી નીચે ઉતર્યા હતા.
ગોંડલઃ ગોંડલમાં રિબડા ગામે ફોરેસ્ટના ચાર અધિકારીઓ સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ મારપીટ કરી હોવાની ઘટના બની છે. મળતી વિગતો અનુસાર, ગોંડલના રિબડામાં ફોરેસ્ટની લકઝરી બસ ડીઝલ પુરાવા ઊભી રાખી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેના ત્રણ સાગરીતોએ ચાર ફોરેસ્ટ અધિકારીઓ પર કાર ચડાવી દીધી હતી.
પ્રોબેશનર ઓફિસર વિપીનકુમારસિંગ સુરેશકુમારસિંગ કુસ્વા પેટ્રોલ પંપ નજીક આવેલા મકાન પાસે જાહેરમાં લઘુશંકા કરી રહ્યા હતા ત્યારે જાડેજા સહિતના તેમના ચાર સાથીઓએ તેમની સાથે મારપીટ કરી હતી. જેમને બચાવવા અન્ય અધિકારીઓ વચ્ચે પડ્યા હતા ત્યારે અન્ય હુમલાખોરો લાકડી લઇને તેમના પર કૂદી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા ચારેય અધિકારીઓને શાપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પુર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સહિત 4 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો
આ ઘટનાના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે જેમાં જાડેજા ફોરેસ્ટ અધિકારીઓને લાકડીથી મારપીટ કરી રહ્યા છે. જિલ્લા પોલીસવડા અંતરીપસુદના કહેવા પ્રમાણે, પોલીસ કાર્યવાહી કરી રહી છે. ઇન્ડિય ફોરેસ્ટ સર્વિસ દહેરાદૂનના 47 પ્રોબેશ્નર ફોરેસ્ટ અધિકારીઓ ભારત દર્શને નીકળ્યા હતા તે દરમિયાન તેઓ સાસણ ફર્યા બાદ શનિવારે અમદાવાદ જવા નીકળ્યા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -