ખેડૂત નેતા વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર જયેશ રાદડિયાએ આપી મુખાગ્નિ

અંતિમ દર્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાવવા લાગ્યા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Jul 2019 04:19 PM
પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. પુત્ર જયેશ રાદડિયાએ મુખાગ્નિ આપીને અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. જયેશ રાદડિયા પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા
વિઠ્ઠલભાઇ રાદડિયાની અંતિમ વિધિ અને અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. શબવાહિનીને ફૂલોથી શણગારમાં આવી હતી. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું

સૌરાષ્ટ્રના દિગ્ગજ અને ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાની અંતિમ યાત્રા નીકળી, પાર્થિવ દેહને જામકંડોરણા ખાતે દર્શન બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

વિઠ્ઠલ રાદડિયાની અંતિમ યાત્રામાં ગુજરાતના ટૉચના નેતાઓ જોડાયા હતા. કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના ટોચના આગેવાનોએ ભારે દુઃખ સાથે અંતિમ વિદાય આપી હતી.
પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ બપોરે એક કલાકે અંતિમયાત્રા નીકળશે.
અંતિમ દર્શન માટે કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાવવા લાગ્યા છે.
અંતિમ દર્શન માટે કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાવવા લાગ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત પાટીદાર આગેવાનો પણ અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતાં.
વિઠ્ઠલભાઈને કેન્સર જેવી બીમારીને કારણે આજ વર્ષે અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી જ્યાં ઓપરેશન પણ કરાવ્યું હતું. મોઢામાં કેન્સર થયું હતું. છેલ્લા ઘણાં સમયથી તેમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બર 1958માં જામકંડોરણામાં જન્મ થયો હતો.
વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે અંતિમ વિદાય, બપોરે નીકળશે અંતિમયાત્રા
પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ બપોરે એક કલાકે અંતિમયાત્રા નીકળશે.

બ્રેકગ્રાઉન્ડ

જામકંડોરણા: પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું હતું. તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ બપોરે એક કલાકે અંતિમયાત્રા નીકળશે.

અંતિમ દર્શન માટે કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાવવા લાગ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત પાટીદાર આગેવાનો પણ અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતાં.

વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.

વિઠ્ઠલભાઈને કેન્સર જેવી બીમારીને કારણે આજ વર્ષે અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી જ્યાં ઓપરેશન પણ કરાવ્યું હતું. મોઢામાં કેન્સર થયું હતું. છેલ્લા ઘણાં સમયથી તેમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બર 1958માં જામકંડોરણામાં જન્મ થયો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.