હાર્દિકના પુનરાગમન પ્રસંગે જાન્યુઆરીમાં મહાસભા, જાણો ક્યાં યોજાશે અને કેટલા લોકો ઉમટશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Nov 2016 02:57 PM (IST)
1
હાલમાં અમારા સમાજના અમુક આગેવાનો દ્વારા આંદોલનને કચડવાના પ્રયાસો થઇ રહ્યા છે જે કોઇપણ ભોગે સફળ થવા દઇશી નહી. અમારી લડાઇ કોઇ વ્યકિત કે પક્ષ સાથે નથી પણ સરકારની સિસ્ટમ્સ સામે છે. ભાજપ સરકારે જે અમારી ઉપર અત્યાચાર કર્યો હતો તેની સરખામણી અમે અંગ્રેજો સાથે કરીએ છીએ.
2
દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, હાલ અનામત આંદોલનના ભાગરૂપે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. જેને આગામી 17 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
3
રાજકોટ: આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં હાર્રિદ પટેલની સભા મોરબી અથવા રાજકોટમાં યોજાશે. PAASના આગેવાન દિનેશ બાંભણીયાએ આ જાણકારી આપી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ સભામાં અંદાજે પાંચ લાખ લોકોને એકત્રીત કરવાનો લક્ષ્યાંક છે.