રાજકોટમાં પ્રેમિકાને ઉઠાવી જતાં સગાંને યુવકે કઈ રીતે રોકી કરાવ્યાં જેલભેગાં ? જાણો રસપ્રદ ઘટના
કેતને પણ તેને મુક્ત કરાવવા કારમાં પીછો કરીને કાર સાથે કાર અથડાવી હતી. સ્થળ પર માથાકૂટ થતાં કોઇએ પોલીસને જાણ કરીને દેતા પીઅાઇ કે.કે.ઝાલા સહિતના સ્ટાફે સંગીતાની ફરિયાદ પરથી અપહરણ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
રવિવારે પોતે કેતન અને કેતનના માતા તથા કેતનની બે પુત્રી સાથે ઘરે હતી ત્યારે પિતા હાજાભાઇ, ભાઇ પીયૂષ, સહિતના શખ્સો મકાનની દીવાલ ટપીને ઘરમાં ઘૂસી સંગીતાને કારમાં બેસાડી ઉઠાવી ગયા હતા. બનેવી અને કાકા હમીરે છરી બતાવી ધમકી દીધી હતી, કારમાં મને માર માર્યો હતો.
રાજકોટમાં એક પરિણીત યુવકે પોતાની પ્રેમિકાને કારમાં ઉઠાવીને જતાં પ્રેમિકાનાં સગાં સાથે પોતાની બાઈક ઠોકી તેમને રોકાઈ જવાની ફરજ પાડી હતી. આ ઘટના બનતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પ્રેમિકાએ પણ પ્રેમીની પડખે ઉભા રહી પોતાના અપહરણની ફરિયાદ કરતાં પોલીસે યુવતીનાં પરિવારજનોને જેલમાં ધકેલી દીધાં છે.
સાધુ વાસવાણી રોડ પર મધુવનપાર્ક મેઇન રોડ પર રહેતા અને પરિણીત કેતન સૂર્યકાંતભાઇ દવે સાથે મૈત્રી કરારથી રહેતી માળિયા હાટિનાની સંગીતા હાજાભાઇ કાછેલાને રવિવારે સાંજે તેના પિતા સહિતના પરિવારના સભ્ય અપહરણ કરને લઇ ગયા હતા. યુવકે પીછો કરીને અપહરણકારોની કાર સાથે અકસ્માત સર્જીને કાર ઊભી રખાવી હતી. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે યુવતીની ફરિયાદ પરથી તેના પિતા, ભાઇ સહિતના સભ્યોની ધરપકડ કરી હતી.
યુવતીએ પિતા હાજાભાઇ અરજણભાઇ, ભાઇ પીયૂષ, કાકાના દીકરા હિતેશ નારણભાઇ કાછેલા, મોટાબાપુના દીકરા નરેશ સામતભાઇ કાછેલા, બનેવી માનસિંહ અરજણભાઇ પરમાર, નિરજ ખેર, અરશી વાળા અને હમીર જીવાભાઇ કાછેલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે એક વર્ષ પહેલાં લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી અને પુનિતનગર મેઇન રોડ પર કેતન દવેની દેવશ્રી એકાઉન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસની ઓફિસમાં નોકરી કરતી હતી. નોકરી દરમિયાન તેને બે પુત્રીના પિતા કેતન દવે સાથે પ્રેમ થઇ ગયો હતો. કેતનના પત્ની દોઢ વર્ષથી અમદાવાદ માવતરે છે. કેતન સાથે લગ્ન કરવા અંગે તેણીએ પોતાના માતા પિતાને જાણ કર્યા બાદ પરિવારની મરજી વિરુધ્ધ એક મહિના પહેલાં કેતન સાથે મૈત્રી કરાર કર્યા હતા. પાંચ દિવસ પહેલાં પિતા સમાધાન કરવા આવ્યા હતા.