રાજકોટની 14 વર્ષની વિદ્યાર્થિનીને ફેસબુકના માધ્યમથી ફસાવી કઈ રીતે ગુજારાયો ગેંગ રેપ ? જાણો
રાજકોટઃ રાજકોટની ધોરણ 9માં ભણતી 14 વર્ષની સગીરાને ફેસબુકના માધ્યમથી ફસાવી તેના પર ગેંગ રેપ ગુજારાયો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. બળાત્કારીઓમાં એક સગીર પણ છે. આ સગીરા ચાર મહિના પહેલાં ફેસબુકના માધ્યમથી ઉત્તમ પટેલ નામના 20 વર્ષના યુવકના સંપર્કમાં આવી હતી. બંને ચેટ કરવા લાગ્યાં અને પછી મિત્ર બન્યાં હતાં. ટ્યુશન જતી ત્યારે ઉત્તમ તેને મળવા પણ આવતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે સગીરા તાબે ના થતાં તે તેને બાવડું પકડી પોતાના ઘરમાં ઉપરના માળે ખેંચી ગયો હતો. ત્યાં તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે સગીરાને કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી આપી હતી. અઠવાડિયા પછી તેણે સગીરાને ગ્રીનલેન્ડ ચોકડી પાસેના ડેલામાં બોલાવી હતી. અહીં ઉત્તમના બે મિત્રો કરણ ભરતભાઈ ચાવડા (ઉ. 20 વર્ષ) તથા અમીક સિકંદરભાઈ જુણેજા (ઉ. 18 વર્ષ)એ પણ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા પર ગેંગ રેપના કેસમાં એક સગીરે પણ મદદ કરી હતી. સગીરાએ આ અંગે પોતાના ઘરે વાત કરતાં તેમણે હિંમત આપતાં ફરિયાદ કરી હતી. આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી છે.
ઉત્તમ સતત સગીરાનો પીછો કરતો અને તેને અશ્લીલ ઈશારા કરતો. તેના કારણે સગીરાએ તેને અવગણવા માંડતાં તેણે સગીરાને ધમકી આપી કે, તેના પિતાને ફોટા બતાવી બંનેના સંબંધોની જાણ કરી દેશે. અષાઢી બીજના દિવસે સગીરા પોતાની માસીના ઘરે ગઈ હતી. ત્યાંથી તે પોતાના ઘરે જતી હતી ત્યારે ઉત્તમ તેને મળ્યો હતો. તેણે સગીરાને ફોટાની ધમકી આપી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -