હિતેષે પોતાના ત્રણમાંથી બે શિકાર સાથે સેક્સ માણ્યા પછી કરી હતી હત્યા, જાણો અન્ય વિગતો
હિતેષે જેમની હત્યા કરી હતી તેમના મોબાઈલ ફોનની મદદથી જ તેમનાં સગાંને મોતની જાણ કરતો હતો. પોલીસ માટે આ બાબત મહત્વની સાબિત થઈ અને પોલીસે મોબાઈલ રેકોર્ડના આધારે જ હિતેષને ઝડપી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે સજાતિય સેક્સની પ્રવૃત્તિમાંથી ધાર્યા પૈસા નહોતા મળતા તેથી હિતેષે પોતાની સાથે સેક્સ માણનારા લોકોને લૂંટવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિમાં પકડાઈ જવાનો ડર હોવાથી તેણે પોતાના શિકારોને લૂંટીને તેમની હત્યા કરવાનું શરૂ કર્યું.
હિતેષ સાથે 12 વર્ષ પહેલાં એક યુવકે સજાતિય સંબંધો બાંધ્યા હતા અને તેના બદલામાં તેને પૈસા આપ્યા હતા. હિતેષને પૈસાના કારણે હોમોસેક્સ્યુઅલ પ્રવૃત્તિમાં રસ પડી ગયો હતો અને ઘણાં વરસોથી તે આ પ્રવૃત્તિમાં સામેલ હતો.
રાજકોટમાં ત્રણ લોકોની હત્યા કરીને ખળભળાટ મચાવનારા હિતેષ દલપત રામાવતે પોલીસ પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આ અંગે મીડિયાને માહિતી આપી હતી.
ગેહલોતે જણાવ્યું કે હિતેષ બીજાં લોકોની હત્યા પણ કરવા માગતો હતો. હત્યા પાછળ તેનો ઈરાદો તેમની સાથે સેક્સ માણીને તેમને લૂંટી લેવાનો હતો. પોતાના ત્રણ શિકારને પતાવી દીધા એ રીતે જ તેમને પતાવી દેવાની તેની યોજના હતી.
હિતેષે જે ત્રણ લોકોની હત્યા કરી તેમાંથી બે લોકો સાથે સેક્સ માણ્યા પછી તેમને પતાવી દીધા હતા. ગેહલોતે જણાવ્યું કે આ બે મૃતકોના શરીર પરથી વીર્ય મળ્યું છે તેનો અર્થ એ થાય કે તેમની સાથે શારીરિક સંબંધ પછી તેમની હત્યા કરાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -