રૂપાણીએ જસદણની જીતને ભાજપની ગણાવેલી, કુંવરજીએ કહ્યું: આ જીત ભાજપની નથી પણ..........
નોંધનીય છે કે, જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની જીત બાદ ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. કમલમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જસદણની જીતને ભાજપની જીત ગણાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુંવરજીએ આગળ કહ્યું કે, મને હરાવવા માટે કોંગ્રેસે મોટી ફોજ ઉતારી હતી તેમ છતાં સારી લીડથી મેં જીત મેળવી છે. માટે આ જીત પોતાની કે ભાજપની નહી પણ મારામાં વિશ્વાસ મુકનાર મારા પ્રજાજનોની જીત છે.
જસદણઃ જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાનો ભવ્ય વિજય થયો છે. કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના અવસર નાકિયાને 19 હજાર કરતાં પણ વધારે મતથી હાર આપી હતી. આ જીત બાદ એક અખબારને ઇન્ટરવ્યૂ આપતા કુંવરજી બાવળીયાએ કહ્યું કે, આ જીત ભાજપની નહી પરંતુ તેમના પર વિશ્વાસ મુકનારા મતદારોની જીત ગણાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -