સુરતમાં ફિયાસ્કો થયા પછી જસદણમાં રૂપાણીએ ખુરશીઓ બાંધી, રેલિંગો ઊભી કરી સભા કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Sep 2016 12:20 PM (IST)
1
2
3
4
5
6
7
જસદણ: સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ હોબાળો પછી ગઈ કાલે રવિવારે જસદણમાં સીએમના કાર્યક્રમમાં ખાસ તકેદારી રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોસ્પિટલના ખાતમૂહુર્તમાં આવી ઘટનાનું પુનરાવર્તન થાય તે માટે ખુરશીઓ તાર વડે બાંધી દેવામાં આવી હતી. એટલું જ નહીં, રેલિંગો પણ ઊભી કરી દેવામાં આવી હતી. આટકોટમાં કાશીબેન પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મોરારિબાપુના હસ્તે ખાતમૂહુર્ત અને શિલાન્યાસ કરાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત હતા.