રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ખજાનચીને પોલીસ કોન્સ્ટેબલે જાહેરમાં કેમ માર માર્યો? જાણો કારણ
રાજકોટના જલજીત હોલ પાસે ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતે બબાલ થઈ હતી ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલ અને ખોડલધામ ટ્રસ્ટના ચિરાગ શિયાણીને માર માર્યો હતો. જોકે તેવું જાણવા મળ્યું છે કે જ્યારે ટ્રસ્ટી ચિરાગને માર માર્યો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પીધેલા હાલતમાં હતો.
ચિરાગના જણાવ્યાં પ્રમાણે, કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં હતો. આ મામલે ચિરાગ શિયાણીએ આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ ભક્તિ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ સોની વેપારીને માર મારવા મામલે કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાંચમાંથી મલાવીયા નગર પોલીસ મથકમાં બદલી કરવામાં આવી હતી.
રાજકોટ: પોલીસ કોન્સ્ટેબલે ખોડલધામ ટ્રસ્ટના ખજાનચી ચિરાગ શિયાણીને માર માર્યાની ઘટના સામે આવી છે. રાજકોટના માલવીયા નગરના કોન્સ્ટેબલ રામ વાંકે તેના મિત્ર અજય બોરીચા સાથે મળીને ચિરાગ શિયાણીને માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોન્સ્ટેબલ જાહેરમાં માર મારતાં આસપાસના લોકો પણ જોઈ રહ્યા હતાં.