મોરબીના ઝૂલતાં પુલ પરથી કૂદીને અમદાવાદના LRD જવાને કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
મૃતક યુવકે આપઘાત પહેલાં સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, હું મારી જીંદગીથી કંટાળી ગયો છું. એટલે આત્મહત્યા કરું છું. આમાં કોઈનો કંઇ વાંક નથી. તેણે નોકરીથી કંટાળીને આપઘાત કરતો હોવાનો સૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબી: અમદાવાદના એલઆરડી જવાન દ્વારા ઝુલતા પુલ પરથી કૂદીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ ભરત કાનજી ગોહિલ છે. યુવકે આપઘાત પહેલા સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે મોતનું કારણ જણાવ્યું છે. સ્થાનિક પોલીસે મૃતકના કપડા અને સ્યુસાઇટ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, યુવક પહેલાં પુલ પર આવે છે અને બૂટ અને કપડાં કાઢ્યા પછી પુલ પરથી કૂદી જાય છે. ત્યારે જાણવા મળ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલના આગામી દિવસોમાં લગ્ન હતા. આ પહેલા જ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
આગળ જૂઓ ઘટનાના સીસીટીવી
આગળ જૂઓ ઘટનાના સીસીટીવી
આ યુવક વાંકાનેર પોલીસ મથકમાં ફરજ બજાવતો અને ચરાડવા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -