✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ યુવક ડિવોર્સી પત્નિને ઉઠાવી ગયો ને એક વર્ષ સુધી રૂમમાં ગોંધી રાખી, શું શું કર્યું જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Aug 2017 10:49 AM (IST)
1

પીડિતાએ કહ્યું કે, એક દિવસ તેનો પૂર્વ પતિ પાડોશી સાથે ઝઘડતા સમયે દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો અને મને ભાગવાની તક મળી. હું તરત જ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી. તેમણે મને જિલ્લા નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી આપી. પોલીસે આ મહિલાના પૂર્વપતિ અને સાસુ-સસરાને બોલાવી પીડિત મહિલાને હવે ક્યારેય ન પજવવા ચેતવણી આપી દીધી હતી.

2

પોલીસના કહેવા પ્રમાણે, એક દિવસ પીડિતાને તેનો પૂર્વ પતિ ઉપાડીને લઇ ગયો હતો અને તેને એક ઘરમાં કેદ કરી રાખી હતી. મારા માતાપિતા મને લેવા આવતા તો મારી નાખવાની ધમકી આપી ડરાવી-ધમકાવી હાંકી કાઢતો હતો.

3

પીડિતાએ જણાવ્યું કે, જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે તે મને પરેશાન કરવામાં કોઈ કસર છોડતો નહોતો. એક વર્ષ સુધી મેં સહન કર્યું પછી હું રીસામણે આવી ગઈ. ત્યાર બાદ તે મારા પિયર આવીને મને ધમકી આપતો હતો. મારી દીકરીને મારા હાથમાંથી ઝટકી લેતો. મેં તેને છૂટાછેડા આપી દીધા પછી પણ તેણે અમારી ઘરે આવવાનું ચાલુ રાખ્યું.

4

પીડિતાના ચાર વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ ખબર પડી હતી કે તેનો પતિ દારૂ પીવે છે. પીડિતાના કહેવા પ્રમાણે, તેનો પતિ દારૂ પીને તેની સાથે મારપીટ કરતો હતો. હું જમવાનું બનાવું તો જમવાનું ઢોળી દેતો હતો અને ગાળો આપતો હતો.

5

રાજકોટઃ રાજકોટમાં નારી ગૃહમાં આશરો લઇ રહેલી એક મહિલા સંવેદનહીનતાનો ભોગ બની છે. પીડિત મહિલાનો આરોપ છે કે તેના પૂર્વ પતિએ તેને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખી હતી અને માર મારતો હતો. આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ યુવક ડિવોર્સી પત્નિને ઉઠાવી ગયો ને એક વર્ષ સુધી રૂમમાં ગોંધી રાખી, શું શું કર્યું જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.