રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલાની છેડતી કરતાં યુવકની જાહેરમાં કરી ધોલાઈ, યુવકના થયા આવા હાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Feb 2019 08:20 AM (IST)
1
2
3
રોમીયો છેલ્લા ત્રણ દિવસથી મહિલાનો પીછો કરતો હતો અને સોમવારે જેવી મહિલા દવા લેવા આવી હતી ત્યારે ઈમરજન્સી વોર્ડ પાસે લાગ જોઈને છેડતી કરી હતી. જોકે મહિલાએ રોમીયોને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. સમગ્ર ઘટના બાદ હાજર પોલીસકર્મીએ મામલો થાળે પાડ્યો હતો અને રોમીયોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
4
ત્યાર બાદ એકત્રિત થઈ ગયેલા ટોળાંએ પણ યુવકને મેથીપાક ચખાડ્યો હતો અને છેડતી કરના યુવકને પોલીસના હવાલે કર્યો હતો. લોકો યુવકને મારી રહ્યા હતાં ત્યારે યુવક મને છોડી દો તેવું કહેતો હતો.
5
રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ અહીં મહિલાની છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ઈમરજન્સી વોર્ડ પાસે એક શખ્સ દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી. છેડતી કર્યા બાદ મહિલાએ યુવકને જાહેરમાં ધોઈ નાખ્યો હતો.