રાજકોટઃ 15 દિવસ પછી દીકરીના લગ્ન, બેંકે પૈસા બદલાવી ન આપતાં પિતાએ કર્યો આપઘાત
ત્રિભોવનભાઈની બીજી દીકરી આરતીના આગામી 9 ડિસેમ્બરના રોજ લગ્ન હોય, સુરેન્દ્રનગરથી જાન આવવાની હતી. અત્યારે લગ્નની કંકોત્રી પણ છપાઇ ગઈ છે. એટલું જ નહીં, આવતા રવિવારે લગ્ન પણ લખવાના હતા. જોકે, ત્રિભોવનભાઈએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગત એવી છે કે, રાજકોટના આજી વસાહત સ્થિત ખોડિયારનગર-2માં રહેતા ત્રિભોવનભાઇ નાથાભાઇ સોલંકી(ઉ.વ.45)એ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, ત્રિભોવનભાઈનું ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખાતું છે. આવતા મહિને તેમની દીકરીના લગ્ન હોવાથી તેઓ અનેકવાર પૈસા બદલાવા ગયા પરંતુ તેનો વારો જ આવ્યો નહોતો, જેને કારણે પૈસા પણ મળ્યા નહોતા.
ત્રિભોવનભાઈ અંગે મળતી માહિતી પ્રમાણે પહેલા તેઓ ડ્રાઇવર હતા અને હાલ મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે, પાંચેક વર્ષ પહેલા તેમને એટેક આવ્યો હતો. આ પછી તેઓ વધુ કામ કરી શકતા નહોતા. ત્રિભોવનભાઇ સોલંકી ત્રણ ભાઇ અને ચાર બહેનોમાં સૌથી નાના હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. મોટી પુત્રી પૂજા લીંબડીના જાંબુ ગામે સાસરે છે. બીજી પુત્રી આરતીના આવતા મહિને લગ્ન છે. જ્યારે નાની પુત્રી ક્રિષ્ના અભ્યાસ કરે છે.
પૈસા ન મળતાં ત્રિભોવનભાઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમને ચિંતા હતી કે, થોડા દિવસ પછી દીકરીના લગ્ન છે, પરંતુ પૈસા વગર દીકરીના લગ્ન કેમ કરવા? તેમણે ગઈ કાલે સાંજે જમ્યા પછી સવારે પૈસાની વ્યવસ્થા કરવા જઇશ, તેમ પરિવારજનોને કહ્યું હતું. દરમિયાન આજે વહેલી સવારે 4 વાગે પાણી આવતા ત્રિભોવનભાઈના પત્ની લીલાબેન ઉઠ્યા હતા. ત્યારે તેઓ પણ ઉઠી ગયા હતા. તેમજ તેમણે પૈસા લેવા જવાના હોવાનું પણ કહ્યું હતું. આ પછી તેઓ રૂમમાં ચાલ્યા ગયા હતા અને જ્યાં ગળેફાંસો ખાઇ લીધો હતો.
રાજકોટ: શહેરના એક આધેડે દીકરીના 15 દિવસ પછી લગ્ન છે, ત્યારે જ આપઘાત કરી લેતા સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે. આવતા મહિને દીકરીના લગ્ન લેવાના હોવાથી પિતા પૈસા બદલાવવાના પ્રયાસમાં હતાં. જોકે, બેંકે પૈસા ન બદલી આપતાં ચિંતામાં સરી પડેલા પિતાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -