રાજકોટઃ યુવતીને બંધાયા પરીણિત ભાડૂઆત સાથે સંબંધ, પતિને જાણ થતાં પ્રેમી જતો રહ્યો, પછી શું થયું ? જાણો વિગત
શોભનાબેન પોતાના પ્રેમી પાસે જતાં રહ્યાં હતાં કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે પણ શોભનાબેન પાછાં આવ્યાં એ પછી તેમના લગ્નેતર સંબંધ વિશે તેના પતિએ શોભનાબેનને ક્યારેય કશું જ કહ્યું ન હતું. તેના કારણે શોભનાબેનને તણાવમાં રહેતાં અને હવે લગ્ન જીવન કેમ ચાલશે? તેની ચિંતામાં શોભનાબેને છેલ્લું પગલું ભર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્નેતર સંબંધોનો ભાંડો ફૂટી ગયો તેના પગલે ભાડૂઆત મકાન ખાલી કરી બીજે ચાલ્યા ગયા હતા. દરમિયાનમાં 16 એપ્રિલના રોજ શોભનાબેન કોઈને કહ્યા વિના ઘરેથી જતા રહ્યા હતા અને તેમના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જો કે 10 દિવસ બાદ તેઓ પરત આવી ગયા હતા.
રાજકોટ: શહેરના પેડક રોડ પર સદગુરૂ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીત યુવતીના આપઘાતના કેસમાં પોલીસ તપસા દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ યુવતીને પોતાના ઘરમાં રહેતા ભાડૂઆત સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા પણ પતિને આ સંબંધની જાણ થઈ જતાં તણાવમાં આવીને તેમણે આપઘાત કરી લીધો હતો.
શોભનાબેનને સંતાનમાં એક પુત્ર છે જ્યારે પતિ ઇમિટેશનનું કામ કરે છે. અપઘાતનું કારણ જાણવા પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી. શોભનાબેનને તેમના ઘરમાં રહેતા પરિણીત ભાડૂઆત યુવક સાથે સંબંધ હતા અને તેની જાણ તેમના પતિને થઇ ગઈ હતી.
આ કેસ મળતી વિગત એવી છે કે, રાજકોટના પેડક રોડ પર આવેલા સદગુરૂ એપાર્ટમેન્ટમાં રહેતી શોભનાબેન ભાવેશભાઈ રામાણી નામની યુવતીએ શનિવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. શોભનાબેનને બેભાન હાલતમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -