✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ પરિણીતાને યુવક સાથે સંબંધ બંધાતા કર્યા લિવ-ઇન રિલેશન કરાર, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2017 12:14 PM (IST)
રાજકોટઃ પરિણીતાને યુવક સાથે સંબંધ બંધાતા કર્યા લિવ-ઇન રિલેશન કરાર, પછી શું થયું?
1

આ અંગેની વિગતો એવી છે કે, પેડક રોડ લાખેશ્વર સોસાયટીમાં રહેતો રમેશ જેન્તીભાઇ ગોહેલ (ઉ.૩૩) ગઇ કાલે બપોરે ઘરે હતો ત્યારે તેની પ્રેમિકા મંજુ રાજેશ વઘેરાનો પતિ રાજેશ તેની માતા અને બે અજાણ્યા શખ્સો સાથે રિક્ષા લઇને આવ્યો હતો અને પત્ની સાથેના સંબંધને લઈને માથાકૂટ કરી હતી અને પછી તેનું અપહરણ કરીને લઈ ગયા હતા.

2

રાજકોટઃ પેડક રોડ પર રહેતા યુવક અને પેટ્રોલપંપ પર સાથે કામ કરતી પરિણીત યુવતીને પ્રેમ થતાં તેઓ છ મહિનાથી મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. બીજી તરફ પરિણીતાના પતિએ આ અંગેની દાઝ રાખી ગઈ કાલે પત્નીના પ્રેમીનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. જેની જાણ પતિએ પત્નીને ફોન પર કરતાં પરિણીતાએ ઝેર પી લેતા મોત થયું છે.

3

રમેશનું અપહરણ કરીને તેઓ ઢાંઢણી ગામે લઈ ગયા હતા અને અહીં રાજેશને ઢોર માર માર્યો હતો. આ પછી રાજેશે પોતાની પત્નીને ફોન કરીને આજીડેમ ચોકડી ખાતે મળવા બોલાવી હતી. મંજૂ ત્યાં મળવા તો આવી પરંતુ તેણે પહેલાથી ઝેર પી લીધું હતું અને તેણે ત્યાં પહોંચતા જ દમ તોડી દીધો હતો.

4

બીજી તરફ રમેશને ઢોર માર માર્યો હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેણે પ્રેમિકાના પતિ રાજેશ વઘેરા, રાજેશના માતા અને બે અજાણ્યા સામે ફરિયાદ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, હું અને મંજુ એક વર્ષ પહેલા કુવાડવા રોડ પર શેલના પંપમાં સાથે કામ કરતાં હોઇ બંનેની આંખ મળી ગઇ હતી.

5

તેણે કહ્યું હતું કે, મંજુને તેનો પતિ હેરાન કરતો હોઇ તે છ મહિના પહેલા બે પુત્રી, એક પુત્ર તથા પતિને તરછોડી મારી પાસે આવી ગઇ હતી. અમે મૈત્રી કરાર કર્યા હતાં. વચ્ચે વચ્ચે મંજુને તેનો પતિ તેડી જતો હતો. પરંતુ તે ફરીથી મારી પાસે આવી જતી હતી. હું અને મંજુ ભાડાની રૂમ રાખીને બે મહિના સાથે રહ્યા હતાં. હાલમાં તેનો પતિ હેરાન કરતો હોઇ જેથી તે અલગ રહેવા જતી રહી હતી.

6

તેણે પોલીસને કહ્યું હતું કે, ગઈ કાલે બપોરે તેનો પતિ, સાસુ સહિતના આવ્યા હતાં અને મંજુ કયાં છે? તેમ પુછતાં મને ખબર નથી તેમ મેં જણાવતાં મારું અપહરણ કરી ઢાંઢણી લઇ જઇ માર માર્યો હતો. તેમજ મને ધોકાવી છોડી દીધા બાદ રમેશે તેની ઘરવાળી મંજુને આજીડેમ ચોકડીએ બોલાવી હતી. પણ મંજુને તેની સાથે જવું ન હોઇ તે ઝેર પીને ત્યાં પહોંચી હતી.

7

મંજુ પતિને મળતાં પોતે ઝેર પી ગયાનું કહેતાં તેના પતિએ જ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન મંજુએ મોડી રાત્રે દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે તેણીના પતિ, સાસુ સહિતનાને અપહરણના ગુનામાં પકડવા તજવીજ કરી છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ પરિણીતાને યુવક સાથે સંબંધ બંધાતા કર્યા લિવ-ઇન રિલેશન કરાર, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.