સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદની થઈ ધમાકેદાર એન્ટ્રી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે વહેલી સવારે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જેના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોમાં થોડી આશા જાગી હતી કે વરસાદ આવશે.
13મી જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે. આ તરફ સૌરાષ્ટ્રમાં રાજુલા, ગીર ઉના, ખાંભા અને ગીર ગઢડામાં સારો વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
કોટડાસાંગાણીના રાજપરા, ભાડવા, દેવળિયા, નારણકા, ભાડુઈ, પાંચતલાવડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા અને જળાશયોમા નવાં નીરની આવક શરૂ થઈ હતી. વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી, જ્યારે કરમાળ ડેમ સમીપ નાનામાંડવા ગામે વરસાદી ઝાપટું પડી ગયું હતું. આ તકે રોડ પર પાણી ફરી વળ્યાં હતાં.
કોટડાસાંગાણી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અડધી કલાકમાં એક ઈંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. દિવસભરના બફારા બાદ સાંજના સાત વાગ્યાના અરસામાં ઘટાટોપ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
અમરેલી જિલ્લામાં ખાંભામા અઢી ઈંચ, કુંકાવાવમા બે ઇંચ, સાવરકુંડલા અને જાફરાબાદમા દોઢ ઇંચ તથા વડીયામા એક ઇંચ, બાબરા અને લાઠીમા અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ધારી, લીલીયા અને અમરેલીમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યાં વરસાદ થયો ત્યાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.
રાજકોટ: દક્ષિણ સૌરાષ્ટ્રનાં ગિર-સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લીધે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો. જ્યારે સુત્રાપાડામાં 9 ઇંચ, કોડીનારમાં 7 ઇંચ, રાજુલામાં 5 ઈંચ, માળિયા અને ગીર ગઢડામાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે વેરાવળ, ખાંભા, સાવરકુંડલા, માંગરોળ અને જાફરાબાદમાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.. જ્યારે જૂનાગઢ જિલ્લામાં ફક્ત વરસાદી ઝાપટાં પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -