મોરબીઃ યુવતીએ ઉદ્યોગપતિને ઘરે બોલાવી બાંધ્યા સંબંધ, પછી શું આવ્યો વળાંક?
મોરબીઃ સીરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીને યુવતીના સાથેના સંબંધ ભારે પડી ગયા છે. યુવતીએ બીમારીને બહાને ઉદ્યોગપતિને ઘરે બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેનો ચોરી છોપીથી વીડિયો ઉતારી લીધો હતો. તેમજ આ વીડિયોને આધારે બ્લેકમેલ કરી એક કરોડની ખંડણી માંગી હતી. જોકે, ઉદ્યોગપતિએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવતી અને તેના મદદગારની ધરપકડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, મોરબીની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને સીરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખભાઈ પ્રભુભાઈ આદ્રોજાને રમેશ દઢાણીયાએ મૂળ ધ્રોલની અને હાલ ઇન્દિરાનગરમાં રહેતી 24 વર્ષીય કાજલ હેમરાજ પરમાર સાથે પરિચય કરાવ્યો હતો અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.
મનસુખભાઈની ફરિયાદને આધારે પોલીસે ગણતરીના સમયમાં જ બ્લેકમેલ કરનાર કાજલ પરમાર અને રમેશ દઢાણીયાને ઝડપી લીધાં હતાં અને બન્નેની આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી.
આ પછી રમેશ દઢાણીએ ફોન કરી યુવતી સાથેના શારીરિક સંબંધ અને વીડિયોને આધારે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેમજ એક કરોડની માંગણી કરી હતી. જો તેઓ રૂપિયા ન આપે તો વીડિયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. વારંવાર ધમકીઓ મળવા લાગતાં મનસુખભાઈએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ પરમાર અને રમેશ દઢાણીયા સામે ફરિયાદ નોધાવી હતી.
દરમિયાન અઠવાડિયા પહેલા કાજલે મનસુખભાઈને ફોન કરી પોતે બીમાર હોવાનું જણાવ્યું હતું અને તેમને ઘરે મળવા બોલાવ્યા હતા. મનસુખભાઈ ઘરે જતાં યુવતીએ તેમને લલચાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, આ સમયે મનસુખભાઈને ખબર ન પડે તેમ અન્ય વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -