નવો ટપુ મૂળ રાજકોટનો લોહાણા યુવાન છે, વીરપુર આવી આશિર્વાદ લેશે
રાજને ડાન્સીંગ, સિગીંગ, સ્ક્રેચીંગ, ફોટોગ્રાફી અને એકટીંગમાં પણ રૂચી ધરાવે છે અને ખૂબ જ સુંદર વ્યકિતત્વ ધરાવે છે. રાજ અનડકટ સોની ટીવી પરથી પ્રસારિત થયેલ. એક રિશ્તા સાઝેદારીકા સિરીયલમાં ઝળકયાનું બહાર આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ટપુ ઉર્ફ ભવ્ય ગાંધીએ શો છોડી ચૂક્યો છે. નવા ટપુડા તરીકે રાજ અનડકટની પસંદગી કરવામાં આવી છે. એક વેબસાઇટના અહેવાલ અનુસાર, સીરિયલ્સમાં ટપુ સેના ટપુના બર્થ-ડેને શાનદાર રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન જ નવા ટપુની એન્ટ્રી થશે.
બચપણથી યુવા અવસ્થા સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં ટપુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ સિરીયલ છોડતા, ત્રણ ચાર યુવાનોની ઓડિશન માટે હાલ મહારાષ્ટ્ર (મુંબઇ) રહેતા લોહાણા સમાજનાં મૂળ રાજકોટ (સૌરાષ્ટ્ર)ના તરવરિયા યુવાન રાજ અનડકટની પરસંદગી નવા ટપુ તરીકે કરવામાં આવી હતી.
નિર્માતા આશિતભાઇ મોદી પૂ. જલારામ બાપાના આશિર્વાદ જાતે લેવડાવવા તથા રાજ અનડકટને અપાવવા માટે વીરપુર તૂર્તમાં આવનાર હોવાનું પણ આશિતભાઇ મોદીએ જણાવ્યું છે.
ટીવીના એવોર્ડ જે કલર્સ ટીવી દ્વારા અપાય છે. તેમાં પણ તેને આમંત્રણ મળેલ. 'પ્યાર તુને કયાં કિયા'માં પણ રાજ અનડકટ દેખાયાની ચર્ચા પણ શરૂ થઇ છે.
મૂળ રાજકોટ (સૌરાષ્ટ્ર)નો યુવાનીમાં ડગ માંડતો રાજ અનડકટ હાલ મુંબઇમાં રહે છે. તે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરે છે. ૧૯ વર્ષનો રાજ અનડકટ ડાન્સીંગ, પેઇન્ટીંગ, સીગીંગ, ફોટોગ્રાફી અને એકટીંગમાં રૂચી રાખે છે. રાજે ટવીટ કરી પોતાની પ્રિય એવી સિરીયલમાં ઘેર ઘેર જાણીતા પાત્ર ટપુ માટે પોતાને પસંદ કરવા બદલ આશિતભાઇનો ખૂબ ખૂબ આભાર માન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -