રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રાનું કરાયું પ્રસ્થાન, નરેશ પટેલ સહિત હજારો ભાવિકો જોડાયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટથી ખોડલધામ મંદિર સુધી 60 કિમિ. લાંબી આ પદયાત્રામાં આશરે 6 હજાર જેટલા લોકો જોડાશે. ખોડલધામ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થતાં આ આયોજન કરાયું છે.
રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પ્રસ્થાન અગાઉ ખોડલ માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. રાજકોટથી શરૂ થયેલી આ પદયાત્રા શાપર, ગોંડલ અને વીરપુર થઈ અને કાગવડ પહોંચશે. પદયાત્રાનું સમાપન 21 જાન્યુઆરીએ ખોડલધામ મંદિરે થશે. પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. પદયાત્રા દરમિયાન રાત્રી રોકાણ ગોંડલ ખાતે કરવામાં આવશે.જ્યાં રાત્રી ભોજન તેમજ વિશ્રામ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટઃ રાજકોટના કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થતાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રાનું આયોજન ટ્રસ્ટની વિદ્યાર્થી સમિતીએ કર્યું છે. રાજકોટથી કાગવડ સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -