રાજકોટમાં અલગ-અલગ સ્પા સેન્ટર પર દરોડા, 18 વિદેશી યુવતીઓ ઝડપાઈ, જાણો વિગત
રાજકોટ: રાજકોટમાં ગેરકાયદે સ્પાનું સેન્ટર હોય તેમ અનેક વાર દરોડા બાદ પણ સ્પા સેન્ટરો ચાલી રહ્યાં છે. રાજકોટમાં ફરી એકવાર ચાલતા સાત સ્પામાં પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 18 વિદેશી યુવતીઓ ઝડપાઇ હતી. રાજકોટ શહેરમાં ચાલતા સ્પા સેન્ટરો પર તવાઇ બોલાવી હતી. શહેમાં વિવિધ સ્પા સેન્ટરો પર દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદેશી યુવતીઓ વિઝા લઇને આવી છે કે કેમ તથા તેમની પાસેથી કાગળની તપાસ કરવામાં આવશે, જો તેમાં કોઇ વાંધાજનક જણાશે તો કાયદેસરની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટ પોલીસે મોટાપાયે સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા, જેમાંથી 45 જેટલી વિદેશી યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી. આ યુવતીઓ પાસેથી પૂરતા ડોક્યુમેન્ટ ન મળતાં તેમને પરત મોકલી દેવામાં આવી હતી.
પર્પલ સ્પા, બોસ સ્પા, પરેડાઇઝ સ્પા, ન્યૂ પેરેડાઇઝ સ્પા, ગોલ્ડ સ્પા સહિત 7 સ્પા સેન્ટરો પર રાજકોટ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 18 વિદેશી યુવતીઓ સ્પામાં કામ કરતી હોવાનું સામે આવ્યું હતું. દરોડા બાદ પોલીસ તમામ વિદેશી યુવતીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -