રાજકોટના યુવકને અમદાવાદની યુવતી સાથે સેક્સ સંબંધ બાંધવા પડ્યાં ભારે, જાણો કેવો આવ્યો કરુણ અંજામ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના ગણેશનગરમાં રહેતા અને રેસ્ટોરન્ટ ધરાવતાં જયદીપને અમદાવાદની હિના મહેતા સાથે પરિચય થયો હતો. આ પરિચય સેક્સ સંબંધ સુધી પહોંચી ગયો હતો. જોકે, આ સેક્સ સંબંધ પછી યુવતી સાથે જયદીપને વાંકું પડ્યું હતું. જેના કારણે હિનાએ જયદીપને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી. જેને કારણે જયદીપ ખૂબ ડરી ગયો હતો.
હવે પોલીસે આ હિના મહેતા અને તેના સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ પોલીસ આ શખ્સોને પકડવા અત્યારે અમદાવાદમાં છે. સૂસાઇડ નોટમાં હિના અને તેની ગેંગનું બ્લેકમેઇલિંગ થતું હોવાનું સ્પષ્ટ થયું છે, તેના પરથી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હિના મહેતા અમદાવાદના વેજલપુરમાં રહેતી હોવાની હકીકત મળતા પોલીસની એક ટૂકડી અમદાવાદ જવા રવાના થઇ હતી.
હિનાએ જયદીપના ડરનો લાભ ઉઠાવીને પોતાના સાગરીતો સમીર મહેતા, પરેશ દવે અને કરણ સાથે મળીને જયદીપને બ્લેક મેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને જયદીપ પાસેથી રૂપિયા 2.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પછી પણ બ્લેક મેઇલિંગ ચાલું રહેતા જયદીપ કંટાળી ગયો હતો અને આ હત્યાકાંડ સર્જાયો હતો. આ હત્યા પહેલા તેણે 11 પાનાની સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે આ સમગ્ર વિગતો લખી છે.
રાજકોટઃ શહેરના ગણેશનગરમાં એક યુવકે પોતાના જ માતા-પિતાની હત્યા કરીને આપઘાત કરી લેતાં સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યાકાંડમાં યુવકની સૂસાઇડ નોટથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જયદીપ રાઠોડને અમદાવાદની યુવતી સાથે સેક્સ સંબંધ હતા અને આ સેક્સ સંબંધના કારણે જ આ હત્યાકાંડ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -