રાજકોટઃ માતા-પિતાની હત્યા કરી પોતે કેમ કરી લીધી આત્મહત્યા? બ્લેકમેલ કરનાર યુવતી કોણ છે?
ગણેશનગર શેરી નં.5માં રહેતા જયદીપ રમેશભાઇ રાઠોડના ઘરમાં જયદીપ અને તેના માતા-પિતાની લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યારે જયદીપ રાઠોડની લાશ ખાટલા પર પડી હતી, જ્યારે તેના માતા મંજુબેન રાઠોડ (ઉ.વ.55) અને પિતા રમેશભાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ.58)ની લાશ નીચે લોહીથી લથબથ હાલતમાં પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં રેસ્ટોરન્ટ ધરાવતાં જયદીપે પોતાના માતા-પિતાની હત્યા કર્યા પછી ડાયરીમાં લખ્યું હતું કે, હીના અને પરેશ સહિતના લોકો મને બ્લેક મેઇલ કરી પૈસા પડાવે છે. હું એકનો એક પુત્ર છું. મારા પછી મારા માતા-પિતાનું શું થાય તેવી ચિંતામાં તેમને મોતને ઘાટ ઉતારી આ પગલું ભર્યું છે. આ સૂસાઇડ નોટ લખ્યા પછી પહેલા તેણે પંખે લટકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાડી તૂટી જતાં તેણે દવા પીને આપઘાત કરી લીધો હતો.
રાજકોટઃ કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગણેશનગરમાં રહેતા એક યુવાને પોતાના જ માતા અને પિતાની હત્યા નીપજાવી ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. આ સમગ્ર હત્યાકાંડમાં એક યુવક અને યુવતી દ્વારા બ્લેકમેલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. યુવકે આત્મહત્યા પહેલી ડાયરીમાં લખેલી સૂસાઇડ નોટમાં અંગેનો ખુલાસો કર્યો છે.
જયદીપ હરિધવા રોડ પર ગણેશ મદ્રાસ કાફે નામે રેસ્ટોરાં ધરાવતો હતો. તેના રેસ્ટોરાંમાં ગોપાલ નેપાળી સહિત નવ કારીગરો કામ કરતા હતા. ગુરુવારે જયદીપે રેસ્ટોરાંથી ઘરે આવ્યા પછી નિદ્રાધીન માતા-પિતાને પતાવી દીધા હતા અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો. તેના બનેવી ઘરે આવતાં સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ત્યારે હવે પોલીસ આ હીના અને પરેશ કોણ છે? તેમજ તે કેમ જયદીપને બ્લેકમેલ કરતાં હતાં? આ લોકોએ તેમને ફસાવ્યો હતો કે તેની કોઈ દુઃખતી રગ આ લોકોના હાથમાં આવી ગઈ હતી? પોલીસ આ તમામ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.
જયદીપના ઘરે તપાસ દરમિયાન પોલીસને જયદીપના પાકીટમાંથી કેટલીક ચલણી નોટ ઉપરાંત જુવારના દાણા ભરેલી પડીકી મળી આવી હતી. જેના કારણે અંધશ્રદ્ધામાં આ હત્યા થઈ હોવાની શંકા સેવવામાં આવી હતી. જોકે, જયદીપે લખેલી સૂસાઇડ નોટથી માતા-પિતાની હત્યા અને તેની આત્મહત્યા પાછળ બ્લેકમેલિંગ જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -