✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ 'પરાણે કોન્ડોમ પહેરાવી સેક્સ માણવા પાડી ફરજ ને પછી નગ્ન હાલતમાં જ યુવતી સાથે ફોટા પાડ્યા'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Apr 2018 12:50 PM (IST)
1

આ શખ્સોએ તે કામિની પર બળાત્કાર કર્યો હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી માર માર્યો હતો. તેમજ તેને પરાણે ૧૫૦ રીંગ રોડ પર નવા બની રહેલા રેસકોર્ષ પાસે લઇ ગયા હતા. અહીં પણ તમામે પરેશને માર માર્યો હતો અને પરાણે કપડા ઉતરાવ્યા હતા. આ પછી તેને અવવારૂ જગ્યામાં લઇ જઇ પરાણે કોન્ડોમ પહેરાવી કામિની સાથે બળજબરીથી સંબંધ બંધાવ્યો હતો.

2

પોલીસે પૈસા લેવા આવેલી બે યુવતીઓને ઝડપી લીધી હતી. મવડી પોલીસે આ ગુનામાં ત્રણ યુવતી સહિત છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમાંથી એક યુવતી આ પ્રકારના ગુનામાં અગાઉ પણ પકડાયેલી છે.

3

આ પછી પરેશે આપેલા નંબર પર પૈસા લઇ જવાનો ફોન કરતાં એક યુવતીએ ફોન રિસીવ કર્યો હતો. તેને પરેશે કેકેવી ચોક આવી પૈસા લઇ જવા કહ્યું હતું. જોકે, આ સમયે તેઓ આવ્યા નહોતા અને ચાર વાગ્યે સામેથી ફોન કરી 'કયાં ઉભા છો?' તેમ પૂછ્યું હતું. જોકે, પરેશ અને પોલીસ તેને જોઇ ગયા હતા.

4

આ પછી તેઓ પરેશને રૈયા ચોકડીએ ઉતારી રિક્ષા ભાડાના રૂ. ૧૦૦ આપી જતાં રહ્યા હતાં. તેમજ પૈસાની વ્યવસ્થા થાય એટલે ફોન કરજે તેમ કહી એક મોબાઇલ નંબર પણ આપી ગયા હતાં. આ પછી પરેશે તેના ભાઈને ફોન કરી પોલીસને જાણ કરી હતી. તેમજ સમગ્ર હકિકત જણાવી હતી.

5

એટલું જ નહીં, પરેશના તેના ભાઈ પાસે ફોન કરી એક લાખ મંગાવવાનું કહ્યું હતું. પરેશે તેના ભાઈને ફોન કરતાં તેને શંકા થઈ હતી. આથી તેણે બે-ત્રણવાર ફોન કરતાં કિડનેપ જેવી મેટર હોવાનું જણાવ્યું હતું. તેમજ પૈસા લઇનેકેકેવી હોલ પાસે જલ્દી આવવા જણાવ્યું હતું. એકાદ કલાક થવા છતાં પરેશનો ભાઇ ન આવતાં આ શખ્સોએ તેનું બાઇક લઇ લીધુ હતું. તેમજ અડધા કલાકમાં પૈસા ન મળે તો ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

6

એટલું જ નહીં, પૈસા ન મળે ત્યાં સુધી ગોંધી રાખવાનું જણાવ્યું હતું. પરેશે આજીજી કરતાં તેમણે મુક્ત થવાના બે લાખ રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, તાત્કાલિક એક લાખની માંગણી કરી હતી. આ પછી તેમણે પરેશનો મોબાઇલ ફોન, ખિસ્સામાંથી ૮ હજાર રોકડા, આધાર કાર્ડ, બે ચેક બળજબરીથી લઇ લીધા હતાં.

7

એટલું જ નહીં, પરેશ અને કામિનીના નગ્ન હાલતમાં ફોટા પાડી લીધા હા અને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો ન માને તો બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. પરેશે તેની પાસે આટલા રૂપિયા ન હોવાનું જણાવી પાંચ લાખ આપવાનું કહ્યું હતું. જોકે, તેમણે પરેશને માર માર્યો હતો અને ગમે તેમ કરી દસ લાખ આપવાનું કહ્યું હતું.

8

ગઈ કાલે સવારે સાડા નવ વાગ્યે કામિનીએ વોટ્સએપ પર પરેશને અગિયાર વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યો હતો. આથી પરેશ તેને ત્યાં મળવા ગયો હતો. કામિનીએ એકાંતમાં વાત કરવાનું કહેતા તેઓ નાગેશ્વર સોસાયટીના એક ફલેટ પર ગયા હતાં. અહીં થોડીવાર વાતચીત કર્યા પછી સ્ટર્લિગ તરફ જવા નીકળ્યા ત્યારે જામનગર રોડના ખુણે બે યુવતીઓ અને ત્રણ યુવકોએ તેમને અટકાવ્યા હતા.

9

રાજકોટઃ શહેરના એક યુવકને યુવતી સાથે ફેસબૂક પર મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. યુવકને મળવા બોલાવી યુવતી અને તેના મળતીયાઓએ પરાણે શારીરિક સંબંધ બંધાવી નગ્ન હાલતમાં જ ફોટા પાડી લીધા હતા અને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો રૂપિયા ન આપે તો ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે, યુવકે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર કાવતરાનો પર્દાફાસ થયો છે.

10

બે મહિના પહેલા કામિની કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે મળવા આવી હતી. થોડી વાતચીત બાદ બંને છુટા પડી ગયા હતાં. દરમિયાન 20 દિવસ પહેલા કામિનીએ પરેશને ફોન કરી ટયુશન ફી માટે રૂ. ૩ હજારની જરૂર છે તેમ કહી મદદ કરવાનું કહેતાં હનુમાન મઢી પાસે પરેશે તેને આ રકમ આપી હતી.

11

આ અંગેની વિગતો એવી છે કે, 37 વર્ષીય પરેશ પટેલ(નામ બદલ્યું છે) મવડી ચોક વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને પોતે કારખાનું ધરાવે છે. છ મહિના પહેલા ફેસબૂક પર કામિની(નામ બદલ્યું છે) નામની યુવતીની ફેસબૂક રિક્વેસ્ટ આવી હતી. જેને પરેશે સ્વીકારી લીધી હતી. આ પછી બંને વચ્ચે ચેટ શરૂ થયું હતું. વાતચીત આગળ વધતાં બંને ફોન પર પણ મેસેજથી અને ફોનથી વાતચીત કરવા લાગ્યા હતા.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ 'પરાણે કોન્ડોમ પહેરાવી સેક્સ માણવા પાડી ફરજ ને પછી નગ્ન હાલતમાં જ યુવતી સાથે ફોટા પાડ્યા'
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.