પિતાએ જ 5 લાખની સોપારી આપી પુત્રની કરાવી હત્યાઃ બીજાનું સંતાન હોવાની હતી શંકા, પત્નીની પણ આપી હતી સોપારી
મૃતકની ઓળખ દિપેશ વસોયા તરીકે થઇ છે જે મનહર પ્લોટમાં રહે છે. તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેની લાશને રૈયાધાર જવાના રસ્તે ખુલ્લા મેદાનમા ફેંકી દીધી હતી. આ મર્ડરમાં વધુ વિગતમાં પિતાએ પુત્ર જન્મના 33 વર્ષ બાદ પત્નીના ચારિત્ર પર શંકા કરી હતી. જેમાં આરોપીએ કબૂલાત આપી હતી કે, પહેલા તો પત્ની અને પુત્ર બન્નેની હત્યા કરવાનો પ્લાન હતો. પરંતુ કોઇ કારણોસર અંતમાં પ્લાન બદલી સાડા ચાર લાખ રૂપિયા ચૂકવી દઇને પુત્રની હત્યા કરાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરમાં રૈયાધાર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર મારેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પિતાએ જ પોતાના પુત્રની હત્યા માટે સોપારી આપી હતી. પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સગા પિતાને 33 વર્ષ પછી પોતાના મોટા પુત્ર અને માતા પર શંકા ગઇ હતી. પિતાને લાગ્યું હતું કે આ તેમનો પુત્ર નથી જેથી પિતાએ 5 લાખ રૂપિયાની સોપારી આપી પુત્રની હત્યા કરાવી હતી.
શાંત સલામત ગણાતા રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી સ્ટોન કિલરનો આંતક જોવા મળી રહ્યો છે. ત્રણ ત્રણ હત્યાઓ સ્ટોન કિલરે કરી છે છતાં તેનો ભેદ ઉકેલાતો નથી. તે સિવાય પણ બેથી ચાર હત્યાઓ થઇ છે તેનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે. ત્યારે ફરી આજે વધુ એક હત્યા થતા પોલીસને પરસેવો વળી રહ્યો છે.
નોંધનીય છે કે, ગઈકાલે યુવાનની લાશ મળી આવી હતી. ત્યારબાદ પૂછપરછ કરી હત્યાનું કારણ શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લાશને પુલ નીચે ઘા કર્યો હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
દીપેશના પ્રથમ લગ્ન વર્ષ 2010માં ગોંડલની દિપ્તી સાથે થયા હતા અને છ મહિના બાદ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ વર્ષ 2011માં ત્રંબાના વડાળી ગામની દક્ષા સાથે લગ્ન થયા હતા અને એના થકી એક પુત્ર છે. બે વર્ષ પૂર્વે દક્ષાને પણ છૂટાછેડા આપી દીધા હતા અને દિપેશે પુત્રને પોતાની સાથે રાખ્યો હતો. હાલમાં એક યુવતી સાથે લગ્નની વાતચીત ચાલુ હતી.
હત્યાનો ભોગ બનનાર દિપેશ વસોયા બે ભાઇમાં મોટો હતો. તેના નાના ભાઇનું નામ પ્રતિક અને માતાનું નામ સ્મીતાબેન છે. પિતાનું નામ નારણભાઇ લવજીભાઇ વસોયા છે. તે વર્ષોથી રાજકોટમાં જ રહે છે. અગાઉ નારણભાઇ રેસકોર્ષ રોડ પર એ. જી. ઓફિસમાં ફરજ બજાવતાં હતાં. હાલ નોકરીમાંથી નિવૃત થયા હોય નિવૃત જીવન ગાળે છે.
રાજકોટના મનહર પ્લોટમાં રહેતો દિપેશ નારણભાઇ વસોયા એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો. બે દિવસ પહેલા તેનો મોબાઇલ ખોવાઇ ગયો હતો. મોબાઇલ મળ્યો હતો તે વ્યક્તિએ ફોન કરી કહ્યું હતું કે, બજરંગવાડીમાં આવીને તમારો ફોન લઇ જાવ. આથી યુવાન ગત રાત્રે 10 વાગે પોતાનું બાઇક લઇ ફોન લેવા ગયો હતો. પરંતુ હત્યારાઓએ તેના મોઢામાં થર્મોકોલ ઘૂસાડી માથામાં તલવાર, ધારીયાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ રૈયાધાર તરફ જવાના રસ્તે ખાડામાં ફેંકી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -