રાજકોટ હાઈપ્રોફાઇલ મર્ડર કેસઃ બે ભાઈઓએ સાગરીતો સાથે મળી બહેનની કેવી રીતે કરી હત્યા? જાણો
ઓનર કિલિંગના કેસમાં પોલીસે ચારની ધરપકડ કરી લીધી છે. જ્યારે પાંચમા શખ્સ રઘુની શોધખોળ ચાલુ છે. ગઈ કાલે પકડાયેલા ચારેય તહોમતદાર અને એફ.એસ.એલ.ને સાથે રાખી અપહરણ કર્યું ત્યાંથી લઇ માતાને કોઠારિયા નજીક નારણકા પાસે ઉતારી દીધા હતા એ સ્થળ, જે વાડીમાં ઝેરી દવા પાઇને હત્યા કરી ત્યાં અને અંતિમ સંસ્કાર કર્યા ત્યાં લઇ જઇ બનાવનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.
ફાઇનાન્સર બિસુભાઈ વાળાના બે પુત્ર બિરેન અને રાજવીરે 25 મેના રોજ સગી બહેનનું ઓનર કિલિંગ કર્યું હતું. પૂનમનું કારમાં અપહરણ કરી ખાનપર ગામે વાડીમાં બળજબરીથી ઝેરી દવા પીવડાવી હત્યા કરી હતી. પકડાયેલા શખ્સોની કબૂલાત મુજબ, બન્ને ભાઈએ વાડીમાં બહેન પૂનમના હાથ-પગ પકડી રાખ્યા હતા. જ્યારે રસોયા રમેશગીરી ઉર્ફે મામુ ગોસ્વામીએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી દીધી હતી.
બિરેન અને રાજવીરે પોલીસ સમક્ષના નિવેદનમાં કબૂલાત આપી હતી કે, હત્યાનું કાવતરું ઘડીને ઝેરી દવાની બોટલ સાથે જ લઇ લીધી હતી. ઘરેથી બહેન પૂનમની સાથે માતા જનકબેનને પણ સાથે ઉઠાવી લેવાના બે કારણ હતા. માતાની નજર સામે હત્યા ન થઇ શકે એ માટે તેને નારણકા પાસે ઉતારી દીધા હતા તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું.
આ હત્યા પ્રકરણમાં એક ભાઈ પ્રેમપ્રકરણ જ્યારે અન્ય ભાઈ વિદેશ જવાની વાતને લઈને હત્યા કરી હોવાનું જણાવી રહ્યા છે ત્યારે આ તમામ વિગતો તપાસ માટે પોલીસ શુક્રવારે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપીઓને અદાલતમાં રજૂ કરશે.
રાજકોટ: શહેરના હાઈપ્રોફાઇલ મર્ડર કેસમાં બે ભાઈઓએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને પોતાની સગી બહેનની દવા પીવડાવીને હત્યા કરી નાંખી હતી. ત્યારે આ કેસમાં બે ભાઈઓ બિરેન અને રાજવી ઉપરાંત તેમને બે સાગરી ગૌતમ ઉર્ફે લાલો વજુભાઈ વાળા અને રમેશગીરી ઉર્ફે મામુ ઉર્ફે મહારાજ ગોસ્વામીની ધરપકડ કરી છે. જોકે, હજુ એક ફરાર છે.