✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ મહિલા તબિબને વ્હોટ્સએપમાં મોકલ્યા બિભત્સ મેસેજ અને વીડિયો, જાણો પછી શું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Sep 2017 02:48 PM (IST)
1

31 ઓગસ્ટના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે હું એકટીવા લઇને ઘરેથી સંબંધીના ઘરે જવા નીકળી ત્યારે કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે મહેશ વ્યાસ બ્લુ રંગની ફોર્ડ કાર જીજે૨આર-૫૪૭૭ લઇને આવેલ અને મારા વાહન આડે કાર નાંખી નિચે ઉતરી મારો હાથ પકડી ગાળો દેવા લાગેલ અને કેસ પાછા ખેંચી લેવાની ધમકી આપવા માંડ્યો હતો અને નિર્લજ્જ હુમલો કર્યો હતો.

2

તે મારા વ્હોટ્સએપમાં પણ બિભત્સ મેસેજ અને વિડીયો કલીપ મોકલે છે. હું જ્યાં જાઉ ત્યાં પીછો કરે છે. ૫/૧૦/૧૬ના રોજ મહેશભાઇ અને તેના મળતીયા વિરૂધ્ધ મેં બી-ડિવીઝનમાં આઇપીસી ૩૫૪ (એ) મુજબની છેડતીની ફરિયાદ કરી હતી. આ કારણે મહેશભાઇએ વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. કોર્ટ કમ્પાઉન્ડમાં પણ અન્ય સાક્ષીઓને ડરાવી ધમકાવી પોતાની તરફ જુબાની આપવા કહે છે. તેમજ મારા વિરૂધ્ધ જેટલા કેસ છે તે પાછા ખેંચી લેજે નહિતર તને બદનામ કરી દઇશ તેવી ધમકીઓ આપે છે.

3

રાજકોટ: કુવાડવા રોડ પર રહેતાં અને હોસ્પિટલ ધરાવતાં તબિબ મહિલાના ટુવ્હીલરને મહેશ વ્યાસ નામના વ્યક્તિએ કારથી આંતરી બાવડુ પકડી ગાળો દઇ પોતાના વિરૂધ્ધ કરાયેલો કેસ પાછો ખેંચી લેવાનું કહી ધમકી આપતાં ચર્ચા જાગી છે. આ મામલે મહિલાઓ તબિબ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ૨૯ વર્ષના મહિલા તબિબની ફરિયાદ પરથી મોરબી રોડ જુના જકાત નાકા પાસે શિવમ્ પાર્ક-૧માં રહેતાં મહેશ ગોરધનભાઇ વ્યાસ સામે આઇપીસી ૩૫૪, ૩૫૪ ડી, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.

4

એફઆઇઆરમાં ફરિયાદીએ જણાવ્યું છે કે હું રેસિડેન્ટ ડોકટર છું અને હોસ્પિટલમાં મેનેજિંગ ડિરેકટર છું. હું હોમીયોપેથી ડોકટર છું. અમારી હોસ્પિટલમાં મહેશભાઇ વ્યાસ અવાર-નવાર તેમની તથા પરિવારજનોની સારવાર કરાવતાં હોઇ જેથી હું તેને સારી રીતે ઓળખુ છું. ૫/૧૧/૧૪ના રોજ મહેભાઇ વ્યાસના બહેન લીલાબેન ઘનશ્યામભાઇ જોષીને હાઇ બ્લડપ્રેશર થઇ જતાં અને કિડની ફેલ્યોર હોઇ અમારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

5

સાત દિવસની સારવાર બાદ લીલાબેનને સારૂ થઇ જતાં રજા અપાઇ હતી. તેનું બીલ રૂપિયા ૨૪,૪૫૦ થયું હતું. જે પૈકી મહેશભાઇએ રૂપિયા ૧૦ હજાર ડિપોઝીટ પેટે આપ્યા હતાં. બીલમાં તેમેને ડિસ્કાઉન્ટ અપાતાં રૂપિયા ૧૨૪૫૦ ભરવાના થતાં હતાં. મહેશભાઇએ બાકીની રકમ બે-ત્રણ દિવસમાં ભરી જશે તેમ કહ્યું હતું. ઘણાં સમયથી ઓળખતા હોય તેને અમે બીલ બાકી રાખી જવા દીધા હતાં. પરંતુ તેણે પૈસા ચુકવ્યા નહોતાં. ઉઘરાણી કરવા છતાં આપતા ન હોઇ વર્ષ ૨૦૧૫માં તેના વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં છેતરપીંડી, વિશ્વાસઘાતનો અને મારી નાંખવાની ધમકી અંગેનો ફોજદારી કેસ ૧૦૦૦/૧૫થી દાખલ કરાવ્યો હતો. જે કેસ પુરાવા ઉપર ચાલુ હોઇ જેથી મહેશભાઇ અને તેના પરિવારજના સભ્યો દ્વારા મને સતત માનસિક ત્રાસ અપાય છે.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ મહિલા તબિબને વ્હોટ્સએપમાં મોકલ્યા બિભત્સ મેસેજ અને વીડિયો, જાણો પછી શું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.