રાજકોટઃ 10 ધોરણ ભણેલા યુવકે નકલી FB આઈડી બનાવી 50થી વધુ યુવતીઓને ફસાવી, જાણો કઈ રીતે થયો ખુલાસો
રાજકોટ: મહિલાનું ફેક ID બનાવી મહિલાઓને જ સાથે સંપર્ક બનાવતો એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે, આ ભચાઉના શખ્સે 50 જેટલી મહિલાઓને ફેસબુકમાં ફ્રેન્ડ બનાવી કોઈને કોઈ પ્રકારે બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. મહિલાએ આ યુવાનના ત્રાસથી ઘેનના ટિકડા ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આરોપીનો મોબાઇલ કબજે કરી FSLમાં મોકલવામાં આવશે. જરૂર પડ્યે FB પાસેથી પણ ડેટા મંગાવવમાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં મહિલાઓની છેડતી કરનાર શખ્સોને છોડવામાં નહીં આવે. ઉલ્લેખનિય છે કે, આજના બનાવને લઈ પ્રાથમિક પૂછપરછમાં મૂળ ભચાઉના યુવાને 50 જેટલી મહિલાઓ સાથે સંપર્ક કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાઓ ક્યાંની છે. તેમજ કોની પાસેથી કેટલી રકમ લેવામાં આવી છે. અગાઉ પણ આ શખ્સ સામે આ જ પ્રકારના ગુના પણ નોંધાયા હોઈ તેની વિગત રિમાન્ડ દરમિયાન જાણવા મળશે.
મૂળ ભચાઉનો આરોપી હરિશ્ચંદ્ર ઉર્ફે હરદીપસિંહ બળવંતસિંહ વાઘેલા પરિણીત છે. તેણે માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. મહિલાના નામે FB એકાઉન્ટ બનાવી અન્ય મહિલાઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ફોટા પોતાની સાથે એડિટ કરી સામેવાળી મહિલાનો કરતો હતો. રાજકોટની જ આવી એક મહિલા સાથે મિત્રતા કેળવી તેની સાથે સેલ્ફી લઈ વાયરલ કરવાની અને તેના પતિને મોકલવાની ધમકીઓ આપી 6 લાખ તેમજ સ્વીફ્ટ કારની માંગ કરી હતી. જો કે મહિલાએ ડરીને 50 હજાર રૂપિયાની રકમ પણ આપી હતી. અંતે હિંમત કરી મહિલાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -