✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોલગર્લે લગ્નની ના પાડતાં ગીરનાર પરથી કૂદીને કરવાનો હતો આત્મહત્યા, જાણો બીજી ચોંકાવનારી વાતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Sep 2016 11:32 AM (IST)
1

રાજકોટઃ ગઈ કાલે ભાવનગર રોડ પર થયેલી કોલગર્લની હત્યામાં એક પછી એક અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હત્યામાં 28 વર્ષીય કોલગર્લ સોનીનો પ્રેમી જયદીપ સંડોવાયેલો છે. જયદીપ છેલ્લા બે એક વર્ષથી સોનીના પ્રેમમાં પાગલ હતો અને તેને આ ગંદી દુનિયામાંથી બહાર લાવીને તેની સાથે લગ્ન કરવાના સ્વપ્નો જોતો હતો. પરંતુ સોનીએ તેની મર્દાનગી અંગેના શબ્દો આકરા લાગતાં વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી.

2

જયદીપે કહ્યું હતું કે હું નાનો હતો ત્યારે જ મારા માતા-પિતાનું અવસાન થયું હતું. મોટા ભાઇ છે પણ મારે તેની સાથે કોઇ વ્યવહાર નથી. નાનપણમાં મારી સાથે પણ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય થયું હતું. મને હવે સોનીએ જ પ્રેમ આપ્યો હતો. પરંતુ હવે તે પૈસાને ચાહવા માંડી હોઇ વાત વણસી ગઇ હતી. સોનીને મેં ખુબ પ્રેમ કર્યો, પણ તેણે મારી સાથે બેવફાઇ કરતાં મેં તેને મારી નાંખી...હવે જે સજા મળે તે ભોગવી લઇશ. મને કોઇ અફસોસ નથી.

3

ગીરનાર પરથી કૂદીને આત્મહત્યા કરે તે પહેલાં છેલ્લીવાર પોતાની પ્રેમિકા સોનીને મળવા માટે ગયો હતો. જ્યાં જયદીપે ફરી એકવાર લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, સોનીએ જયદીપની વાત સાંભળવાની ના પાડી પ્રેમ કરતાં પૈસાને વધુ મહત્વ આપી જયદીપને રીતસર ધૂત્કારી કાઢ્યો હતો. સોનીએ તેને એમ કહ્યું હતું કે, મને તારા એકલાથી ના ચાલે પણ તારા જેવા સાંજ પડ્યે ૨૦ જોઇએ....આ શબ્દો સાંભળતાં જયદીપે છરી કાઢીને ઘા ઝીંકી દીધા હતાં.

4

જયદીપ તેને વેશ્યાવૃત્તિનો તેનો ધંધો છોડી દઈ સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. પરંતુ તે એમ કહેતી હતી કે તું જે પૈસા આપે છે તેનાથી કંઇ ન વળે, મારે મહિને લાખ એકનો ખર્ચો છે. તેના આવા વલણથી જયદીપ કંટાળી ગયો હોવાથી તેણે આજે જુનાગઢ જઇ ગિરનાર પરથી કૂદકો મારીને મરી જવાનો નિર્ણય કરોય હતો.

  • હોમ
  • રાજકોટ
  • કોલગર્લે લગ્નની ના પાડતાં ગીરનાર પરથી કૂદીને કરવાનો હતો આત્મહત્યા, જાણો બીજી ચોંકાવનારી વાતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.