રાધિકા હત્યા કેસ: સાળાએ બનેવીનું કર્યું અપહરણ, બાદમાં કરી હત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Sep 2017 08:00 PM (IST)

1
2
3
સફેદ કલરની સ્વીફ્ટ કારમાં લાશ મુકી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
4
રાજકોટ: રાજકોટ રાધીકા હત્યા કેસના આરોપી રવિની હત્યા થતા ચક્ચાર મચી જવા પામી છે. બંને સાળાઓએ બહેનની હત્યાનો બદલો લેવા માટે સાગરીત સાથે મળી બનેવીનું અપહરણ કર્યા બાદ છરીના ઘા ઝિંકી હત્યા કરી હતી.
5
પત્ની રાધિકાના હત્યા કેસમાં રવિ જેલવાસ ભોગવતો હતો અને હાલમાં 10 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. હત્યારા બંને સાળાઓએ તેના એક સાગરિત સાથે મળી પહેલા રવિનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. જ્યા છરીના ઘા ઝીંકી રવિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 3 આરોપીઓ પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.