✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિકૃત સ્ટોન કિલર સેક્સ્યુઅલી એબ્યુઝિવ વિડીયોથી થતો એક્સાઈટ, ઓરડીમાં કોથળીમાંથી મળ્યાં મળમૂત્ર, જાણો બીજી આઘાતજનક વિકૃત્તિઓ વિશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2016 11:40 AM (IST)
1

હિતેષે રામન રાધવ 2.0 ફિલ્મ મોબાઈલ પર જોઈ હતી. આ ફિલ્મ જોઈને શિકારને એકદમ ક્રૂરતાથી કેમ મારવો તેની ટેકનિક શીખ્યો હતો. તે પોતાના રૂમમાં 15-15 કિલોના બે પથ્થર રાખતો ને તેનાથી શિકારને કઈ રીતે મારવો તેની પ્રેક્ટિસ કરતો.

2

હિતેષ પોતાના શિકારની હત્યા કર્યા પછી તેના જ મોબાઇલમાંથી તેના સગાને હિન્દી ભાષામાં ફોન કરી જાણ કરતો. પછી તે આ સિમ કાર્ડ તોડી નાંખતો. આમ કરવા પાછળ તેનો પોલીસને ગેરમાર્ગે દોરવાનો ઇરાદો હતો.

3

હિતેષે કબુલ્યું છે કે પોતાને સોળ વર્ષની ઉમરથી જ સજાતિય સેક્સ સંબંધોનો અનુભવ થઇ ગયો હતો અને પહેલી વખત પોતાની સાથે સજાતિય સેક્સ સંબંધ બાંધનારાએ તેને પૈસા પણ આપતાં તે પણ આવું કરવા તરફ આકર્ષાયો હતો.

4

હિતેષની ઓરડીની તપાસમાં તેની મનોવિકૃતિ ક્યા હદે પહોંચી હતી તે જોઈ પોલીસને પણ આઘાત લાગ્યો હતો. તેના રૂમમાંથી એક કોથળીમાંથી મળમૂત્ર મળ્યા હતા. હિતેષ દિવસે બહાર ન નીકળતો હોઇ ઓરડીમાં જ શૌચક્રિયા કરી લેતો હતો.

5

મનોવિકૃત હિતેષ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં મુસ્લિમ વસ્તી વચ્ચે ૧ હજારના ભાડેથી ઓરડી રાખીને રહેતો હતો. લોકોને તે મિલ મજૂર હોવાનું કહેતો હતો અને મોટે ભાગે ઓરડીમાં જ પુરાઇને રહેતો હતો.

6

હિતેષ લૂંટ માટે ગે લોકોને નિશાન બનાવતો. પહેલાં જે પોતાના શિકાર સાથે સેક્સ માણતો અને પછી ભોગ બનનારને પથ્થરના ઘા ઝીંકતો હતો. માત્ર બે ઘા મારીને તે તેને પતાવી દેતો. ભોગ બનનાર તરફડિયા મારતો ત્યારે તે વિકૃત આનંદ માણતો હતો.

7

રાજકોટઃ રાજકોટમાં હાહાકાર મચાવનારો સ્ટોન કિલર હિતેષ દલપતરામ રામાવત માનસિક રીતે વિકૃત છે અને પોલીસની ઉલટતપાસમાં તેની જે વિકૃત્તિઓની વાતો બહાર આવી છે તે હચમચાવી નાંખે એવી છે.

8

હિતેષ પોતાના શિકારને ફટકાર્યા પછી તેના પર ઝૂકીને પછી એકદમ નજીકથી તેને જોયા કરતો. તેના હાવભાવ તેને વિકૃત આનંદ આપતા. તેનો શિકાર જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી તે ત્યાં જ રહેતો અને તેના મોતની ખાતરી બાદ જ રવાના થતો.

9

હિતેષ ગે હોય તેવા લોકોને ઓળખી જતો અને તેમની પાસે જઇ તેના થાપા પર હાથ ફેરવી 'મજામાં રાજા...' એવા શબ્દો બોલતો અને ચેનચાળા કરતો. આથી સામેનો માણસ પણ હિતેષ શોખીન હોવાનું સમજી જતો અને આ રીતે બંનેની ઓળખાણ થતી.

10

હિતેષ રામાવત સેક્સ્યુઅલી એબ્યુઝિવ વિડીયો જોવાનો શોખીન છે. પોલીસ સામે તેણે કબૂલ્યું છે કે સેક્સ્યુઅલી એબ્યુઝિવ વિડીયો જોયા પછી તે એક્સાઈટ થઈ જતો અને એવી વિકૃત્તિ આચરવાની તેને દબાવી ના શકાય તેવી ઈચ્છા થતી.

  • હોમ
  • રાજકોટ
  • વિકૃત સ્ટોન કિલર સેક્સ્યુઅલી એબ્યુઝિવ વિડીયોથી થતો એક્સાઈટ, ઓરડીમાં કોથળીમાંથી મળ્યાં મળમૂત્ર, જાણો બીજી આઘાતજનક વિકૃત્તિઓ વિશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.