✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ યુવતીના એક દિવસના લગ્નજીવન પછી થયા ડિવોર્સ, પિયરમાં લફરાંની વાતો બહાર આવ્યા કરતી તેથી ભાઈઓએ લીધો ભયંકર નિર્ણય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2017 06:16 PM (IST)
રાજકોટઃ યુવતીના એક દિવસના લગ્નજીવન પછી થયા ડિવોર્સ, પિયરમાં લફરાંની વાતો બહાર આવ્યા કરતી તેથી ભાઈઓએ લીધો ભયંકર નિર્ણય
1

પૂનમનાં પ્રેમપ્રકરણની વાતો અવારનવાર બહાર આવતી હતી અને તેના કારણે ભાઇઓ કંટાળી ગયા હતા. તેમણે પૂનમને પતાવી દઈને આ વાતનો કાયમી નિકાલ લાવવાનો નિર્ણય કર્યો અને પછી પૂનમની હત્યાને અંજામ આપ્યો હતો. ઓનર કિલિંગની આ ઘટનાએ રાજકોટમાં ખળભળાટ મચાવ્યો છે.

2

એક ભાઈ કહે છે કોઇ સાથે પ્રેમ હતો જેને લઇ આબરૂ ઉછળી હતી. બીજો કહે છે કે, વિદેશ જવાની વાતને લઇ ઝઘડો થયો હતો. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે, પૂનમનાં અગાઉ લગ્ન થયાં હતાં પણ પૂનમના લગ્ન એક દિવસ જ ટક્યા હતા. બાદમાં છૂટાછેડા લઇ તે તેના પિતાના ઘરે જ ભાઇઓ સાથે રહેતી હતી.

3

પોલીસે મૃતકના પરિવારજનોને પૂછતાછ માટે બોલાવ્યા હતા. જેમાં બન્ને ભાઇઓએ જ સગી બેનની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસેહત્યામાં સામેલ ત્રણ સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં પિતા પોતે ફરિયાદી બન્યા છે.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બન્ને ભાઇઓ હાલ અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે.

4

પૂનમને વાડીએ લઈ જઈ ઝેરી દવા પાઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. બહેન સાથે બંને ભાઈ માતાને પણ કારમાં લઇ ગયા હતા. બંને ભાઈએ એ પછી મૃતદેહને વતન લઇ જઇ બારોબાર અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા. પરિવારે પુત્રોના કાળા કરતૂત ઉપર પડદો પાડી દીધો છે તેવી પોલીસને અરજી મળતાં તપાસ કરાઈ હતી.

5

રાજકોટ: અત્યંત ધનિક પરિવારની યુવતીને પ્રેમ સંબંધોના કારણે સગા ભાઈઓએ ઝેર પિવડાવીને મારી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને મળેલી નનામી અરજીને આધારે હત્યાના બનાવની પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં આ વાતનો પર્દાફાશ થતાં પોલીસે બન્ને ભાઈની ધરપકડ કરી છે.

6

જસદણના ભંગડાના અને રાજકોટમાં રહેતા ફાયનાન્સર બિસુભાઇ વાળાની પુત્રી પૂનમને તેના જ સગા બે ભાઇ બિરેન અને રાજવીર ઘરેથી અપહરણ કરી જસદણ નજીક આવેલી વાડીએ લઇ ગયા હતા. રાજવીર અને બિરેને પોતાના ત્રણ સાગરીત રઘુ નટુભાઇ ગીડા, ગૌતમ વજુભાઇ વાળા અને મહેશગીરી ઉર્ફે મામુની મદદ લીધી હતી.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટઃ યુવતીના એક દિવસના લગ્નજીવન પછી થયા ડિવોર્સ, પિયરમાં લફરાંની વાતો બહાર આવ્યા કરતી તેથી ભાઈઓએ લીધો ભયંકર નિર્ણય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.