રાજકોટ: દારૂડિયાએ યુવતીના ઘરમાં ઘૂસીને શું કર્યું કે યુવતીએ કરી બૂમાબૂમ અને પતિ દોડી આવ્યો ને.....
પોલીસ તેને પકડીને લઈ જતી હતી ત્યારે તે પોલીસને પણ ગાંળો ભાંડતો હતો અને વાનનો પણ કાચ તોડી નાખ્યો હતો. દારૂના નાશામાં આવેલના પિતા રિટાયર્ડ પીએસઆઈ છે. તેમણે જણાવ્યું હતું કે, પુત્ર અને પુત્રવધુ વચ્ચે રોજ ઝઘડા થાય છે.
પોલીસને જોતાં જ તે યુવકે ભાગવાની કોશિશ કરી હતી જોકે પકડાઈ ગયો હતો. ભાગી રહેલ યુવક સોસાયટીમાં પડેલ એક કારમાં માથુ અથડાવી કાચ ફોડતાં લોહીલૂહાણ થઈ ગયો હતો. આખરે પોલીસે તેને પકડી પાડ્યો હતો.
રાજકોટના નટરાજનગરમાં યોગેન્દ્ર બોરીયા નામનો યુવાન દારૂ પીને પરિણીતના પીછો કરી રહ્યો હતો ત્યાર બાદ પરિણીતાના ઘરમાં પણ ઘૂસી ગયો હતો અને પરિણીતાનો હાથ પકડી પોતાની તરફ ખેંસી રહ્યો હતો. જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતાં પતિ દોડી આવ્યો હતો. પતિએ તે યુવકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી રોડ પાસે આવેલી પટેલ કન્યા છાત્રાલય સામે નટરાજનગરમાં યુવાન દારૂના નશામાં પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો. જ્યાં તેણે પરિણીતાનો હાથ પકડી લેતાં પરિણીતાએ બૂમાબૂમ કરી હતી. પત્ની બૂમાબૂમ કરતા પતિ દોડી આવ્યો હતો અને યુવકને પકડી લીધો હતો ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. જોકે પરિણીતા બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં.