✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાન સામે જીત્યા પછી રવિન્દ્ર જાડેજાએ રીવાબાને ફોન કરીને શું કહ્યું ? રીવાબાએ આપ્યો શું જવાબ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jun 2017 12:40 PM (IST)
પાકિસ્તાન સામે જીત્યા પછી રવિન્દ્ર જાડેજાએ રીવાબાને ફોન કરીને શું કહ્યું ? રીવાબાએ આપ્યો શું જવાબ ?
1

રવિન્દ્રએ મેચ પછી પત્નીના ખબર અંતર પૂછ્યા હતા અને ધ્યાન રાખવાની વાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લગ્ન પછી રવિન્દ્ર સતત સારુ રમી રહ્યો છે. જેનો એકરાર પત્નીએ પણ કર્યો હતો.

2

મેચ પૂરી થયા બાદ મોડી રાત્રે રવિન્દ્રએ રાજકોટમાં રહેતા પત્નીને ફોન કર્યો હતો. રીવાબા હાલ પ્રેગનેન્ટ છે અને ગમે તે ઘડીએ રવિન્દ્ર પિતા બનશે. છતાં પણ ભારત પાકિસ્તાનની મેચ હોવાથી રીવાબાએ ઘર પર બેસી આખી મેચ જોઇ હતી.

3

4

હાલ રીવાબાને નવમો મહિનો ચાલી રહ્યો છે તે તેના માતાના ઘરે આરામ કરી રહ્યા છે. ગમે તે ઘડીએ જાડેજા પરિવારમાં હરખના તેડા આવશે. રવિન્દ્ર પિતા બનશે ત્યારે તે ઇંગ્લેન્ડમાં હશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તે તેના બાળકનુ મોઢું પણ વીડિયો કોલિંગમાં જોવે તો નવાઇ નહીં.

5

ભારત પાકિસ્તાનનો મેચ ખાસ હતો. જેમાં ભારતે જીત મેળવી. સાથે રવિએ સારો દેખાવ કર્યો. પરિવારમાં અને દેશમાં ખુશીનો માહોલ છે. ભારતની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

6

રાજકોટ: ચેમ્પિયન ટ્રોફીમાં ગ્રુપ બીની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે 124 રનથી કારમી હાર આપી હતી. આ મેચમાં ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. રાજકોટમાં રહેતા જાડેજાના પત્ની રીવાબા પતિના શાનદાર પ્રદર્શનથી ખૂબ જ ખુશ થયા હતા. મેચ પૂરી થયા બાદ મોડી રાત્રે રવિન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રીવાબાને ફોન કર્યો હતો. જેમાં રીવાબાએ જીત બદલ જાડેજા અને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા હતા.

7

પત્ની રીવાબાએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ રવિનું પ્રદર્શન દિવસેને દિવસે સારુ થતું જાય છે. હજુ પણ આગામી મેચમાં તે સારુ રમે તેવી પ્રાર્થના છે.

  • હોમ
  • રાજકોટ
  • પાકિસ્તાન સામે જીત્યા પછી રવિન્દ્ર જાડેજાએ રીવાબાને ફોન કરીને શું કહ્યું ? રીવાબાએ આપ્યો શું જવાબ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.