રાજકોટઃ પ્રેમીને પામવા યુવતી બની તાંત્રિક, ઘરમાં કરતી નગ્ન ડાંસ, ભત્રીજીને પણ ચડાવી રવાડે
કેનાલ રોડ પર કૃષ્ણ ભવન નામના મકાનમાં રહેતા ચીમનભાઈ રાઠોડે પોતાની દીકરીની હરકતો અંગે વાત કરતાં જણાવ્યું હતુ કે, તેમની દીકરી છેલ્લા બે-એક વર્ષથી તાંત્રિકવિધિ કરી રહી છે. આ તાંત્રિકવિધિને કારણે તેમના ઘરમાં અશાંતિ સર્જાઇ ગઈ છે. એટલું જ નહીં, તેમની દીકીર તાંત્રિકવિધિ કરી ઘરમાં નગ્ન થઈ તાંડવા મચાવતી હતી. એટલું જ નહીં, તેમની દીકરી તેમને ઘરમાં પણ ઘૂસવા ન દેતી હોવાનું જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપલ્લવીએ પોતાની તાંત્રિક વિદ્યા દ્વારા સગીર ભત્રીજીને પણ વશમાં કરી લીધી હતી. અગાઉ સગીરા હેમુગઢવી હોલ પાછળ આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. પરંતુ પલ્લવીના કારણે તેણે ભણવાનું છોડી દીધું હતું.
રાજકોટઃ ગઈ કાલે શહેરના કેનાલ રોડ પર આવેલા એક મકાનમાં ભારે ફિલ્મી ડ્રામા સર્જાયો હતો. સમાજ સુરક્ષા વિભાગે રેસ્ક્યૂ કરીને એક યુવતી અને સગીરાને તાંત્રિકવિધિ કરતાં પકડી પાડ્યા હતા. આ વાતની ખબર પડતાં લોકોનો ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ બધાની વચ્ચે જ યુવતીએ પોતાના કાકા સાથે ઝપાઝપી પણ કરી હતી. અંતે સમાજ સુરક્ષા વિભાગ તેમને ત્યાંથી લઈ ગયું હતું. પરંતુ આ કિસ્સામાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી પ્રેમીને પામવા માટે મેલી વિદ્યા શીખી હતી અને તેના રવાડે પોતાની ભત્રીજીને પણ ચડાવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, તેમની મોટી દીકરી પલ્લવીને પ્રેમમાં ધોખો મળ્યા બાદ તે પ્રેમીને પામવા માટે મેલી વિદ્યાના રવાડે ચડી ગઇ હતી. પ્રેમીને પામવા તે કાળ ભૈરવ અને મહાકાળીનો વેશ ધારણ કર્યો હતો અને તાંત્રિકવિધિ કરતી હતી. એટલું જ નહીં તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, દીકરીએ પોતાની પત્ની હંસાબેન અને પુત્ર ભરતની 16 વર્ષીય પુત્રીને પણ વશમાં કરી હતી.
પલ્લવી મોઢા પર કાળી મેસ લગાડતી કાળા વસ્ત્રો ધારણ કરી બે કૂતરાને સાથે રાખી તાંત્રિકવિધિ કરતી હતી. આમ, દીકરીના ત્રાસથી કંટાળીને તેમણે સમાજ સુરક્ષા વિભાગનો સંપર્ક કર્યો હતો. તેમણે હકિકત તપાસ્યા પછી ગુરૂવારે રેસ્ક્યૂ ઓપરેશન કરી પલ્લવીને નારી કેન્દ્રમાં અને તેની 16 વર્ષની ભત્રીજીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં ખસેડી હતી. પલ્લવીની શુક્રવારથી સાઇકોલોજીકલ સારવાર શરૂ કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -