ISના ઈશારે ગુજરાતમાં આતંકી હુમલો કરવા માગતા રામોડિયા બંધુઓના પિતા છે જાણીતું નામ, જાણો વિગતો
રામોડિયા બંધુઓ પાસેથી આતંકવાદને લગતી જથ્થાબંધ સામગ્રી મળી છે. આ સામગ્રીમાં 10 ગ્રામ ગન પાઉડર, 10 સૂતળી બોમ્બ તથા બેટરી મળીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બોમ્બ કઈ રીત બનાવવા તથા પેટ્રોલ પંપ, મોલ વગેરે ભીડનાં સ્થળે કઈ રીતે હુમલા કરવા તેને લગતી સામગ્રી પણ મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામોડિયા બંધુઓ છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત એટીએસની નજરમાં આવી ગયા હતા. તેમની ગતિવિધીઓ પર એટીએસ ચાંપતી નજર તેમના પર હતી. રાજકોટના નહેરૂનગર વિસ્તારમાં રામોડિયા પરિવાર રહે છે. બંને ભાઈઓ પિતા તથા પરિવારના અન્ય સભ્યોથી છૂપાઈને આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતા.
વસીમ અને નઈમ રામોડિયા વિશે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે બંને આરીફ રામોડિયાના પુત્રો છે. રાજકોટમાં આરીફ રામોડિયા અત્યંત જાણીતું નામ છે. આરીફ રામોડિયા જાણીતા ક્રિકેટ અંપાયર છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની ક્રિકેટ સ્પર્ધાઓમાં અંપાયરિંગ કરીને તેમણે ભારે આદર મેળવ્યો છે.
છેલ્લા ઘણા દાયકાથી અંપાયરિંગ સાથે સંકળાયેલા રામોડિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોકરી પણ કરતા હતા. તેમને પોતાના પુત્રોનાં કરતૂતો વિશે કોઈ માહિતી નહોતી. બંને પુત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માગતા રામોડિયાને અંદાજ પણ નહોતો કે તેમના દીકરા કટ્ટરવાદના રસ્તે ચડીને આતંકી હુમલો કરવા માગે છે.
આઘાતજનક વાત એ છે કે વસીમ અને નઈમ બંને ભાઈઓ કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી હતા અને તેમના માટે સરસ કારકિર્દીનું આયોજન તેમના પિતાએ કર્યું હતું પણ તેના બદલે તેમણે આતંકવાદનો રસ્તો અપનાવી લીધો. વસિમ રામોડિયા એમસીએમાં અભ્યાસ કરે છે જ્યારે નઈમ બીસીએ કરી ચૂક્યો છે.
અમદાવાદઃ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ એક મોટી સફળતા મેળવીને ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના બે આતંકવાદી એવા રામોડિયા બ્રધર્સને ઝડપી લીધા છે. વસીમ અને નઈમ નામના આ બંને ભાઈઓ સૌરાષ્ટ્રમાં મોટો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હતા ત્યાં જ ઝડપાઈ ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -