✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટ: પોતાની પ્રેમિકા અને મિત્રની સાસુ સાથે બે યુવકોની સેક્સ સંબંધ હોવાની પડી ખબર ને..........

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2018 04:38 PM (IST)
1

લોધીકા પોલીસ તેના વિસ્તારની હત્યાના અને તાલુકા પોલીસ તેમના વિસ્તારની હત્યાના આરોપીઓની વોચમાં હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચે સાગર બગથરીયાને અને લોધીકા પોલીસે કિશન વાજા નામના શખ્સને સકંજામાં લઇ આગવી ઢબે પૂછપરછ કરતા કિશન ભાંગી પડ્યો હતો અને બંને હત્યાઓ પોતે જ મિત્ર સાગરની મદદથી કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. રાજકોટ પોલીસે ઝડપી પાડેલા સાગરના હાથમાં છરી વડે 302 લખેલું છે.

2

બીજી તરફ કોઠારીયા સોલવન્ટ પાસે બરકતીનગરમાં રહેતાં મૂળ યુપીનાં રિક્ષા ચાલક મેહશરઅલી પીંજારા નામના પરપ્રાંતીય યુવાનની તેના ઘર પાસે જ છરીનાં 8 જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી નાખવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વણઝારા સહિતના સ્ટાફે દોડી જઈ તેના મોટાભાઈની ફરિયાદ આધારે બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

3

ત્યારે કિશન અને સાગરે મેટોડાનાં પાટીયા પાસે આંતરી છરીનાં 11 ઘા ઝીંકી દીધા હતા. જેથી તે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં પટકાયો હતો હતો. ત્યાંથી કોઈ ઓળખીતું પસાર થતાં તેના પરિવારને જાણ કરતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે લોધીકા પોલીસનો કાફલો દોડી આવ્યો અને ફરિયાદ નોંધી હતી.

4

બેવડી હત્યા કર્યા બાદ બન્ને આરોપી ફરાર હતા પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં બન્નેને ઝડપી પાડ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં બે કલાકના સમયગાળામાં બબ્બે હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો. લોધીકાનાં રાતૈયા ગામે રહેતા અને મેટોડામાં સીતારામ નામે ડેકોરેશનની દુકાન ધરાવતાં સંજય વાગડીયા નામનો ખાંટ યુવાન બુધવારે રાત્રે દુકાન બંધ કરી બાઈક લઈને ઘરે જતો હતો.

5

રાતૈયા ગામના સંજય વાગડિયા નામના યુવાનને આરોપી કિશન વાજાની પ્રેમિકા સાથે અનૈતિક સંબંધ બંધાયો હતો જેના કારણે કિશને સંજયને અનેકવાર સમજાવ્યો પરંતુ માન્યો ન હતો. જેથી કિશને મિત્ર સાગર બગથરીયાની મદથી સંજયને 11 છરીના ઘા મારી પતાવી દીધો હતો. આ હત્યા કર્યાં બાદ બે કલાક પછી કોઠારીયા સોલ્વન્ટના મેહશરઅલી પીંજારા નામના યુવાનને સાગરની સાસુ સાથે અનૈતિક સંબંધ હોય બન્નેએ મેહશર અલીને છરીના 8 ઘા મારી હત્યા કરી હતી.

6

રાજકોટ: રાજકોટના લોધીકા તાલુકાના મેટોડા પાસે બુધવારે રાત્રે ખાંટ યુવાનની છરીના 11 ઘા ઝીંકી અને બે કલાક બાદ ગોંડલ રોડ ઉપર કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા પરપ્રાંતીય મુસ્લિમ યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં લોધીકા પોલીસ અને રાજકોટ ક્રાઈમ બ્રાંચે બેવડી હત્યામાં સંડોવાયેલા બન્ને આરોપીની ધરપકડ કરી હતી. જેમાં મૃતકોને એક આરોપીની પ્રેમિકા અને બીજાની સાસુ સાથે અનૈતિક સંબંધ હોવાથી બન્નેએ સાથે મળી બે કલાકમાં જ બેવડી હત્યા કરી હતી.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટ: પોતાની પ્રેમિકા અને મિત્રની સાસુ સાથે બે યુવકોની સેક્સ સંબંધ હોવાની પડી ખબર ને..........
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.