ગુજરાતના કયા ક્રિકેટરની પત્ની કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ બન્યા, જાણો વિગત
રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહે છે. હાલ તેમનો પોશ વિસ્તારમાં ભવ્ય બંગલો બની રહ્યો છે. હરદેવસિંહને સંતાનમાં રીવાબા એક માત્ર સંતાન છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢીયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરીવાબા અને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ 7 જુનની રાત્રે 1.16 વાગે નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. રીવાબાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે. તેનું નેચર ડાઉન ટુ અર્થ છે.
રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિક્લ એન્જિનિયરિંગ કર્યું છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ ધરાવે છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી.
રીવાબા મિકેનિક્લ એન્જિનિયર છે અને લગ્ન પહેલાં યુપીએસસીની તૈયારી કરતાં હતાં. લગ્ન પહેલાં રીવાબા ક્રિકેટ જોતાં નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધાં સંયુક્ત પરિવારમાં રહે છે.
રાજકોટ: ગુરૂવારે દશેરાના તહેવાર નિમિત્તે શાસ્ત્રીનગર પાછળની રત્નાગર વાડી ખાતે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરાયું હતું. જ્યાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરાયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -