રાજકોટઃ સગીરા પર બે યુવકોએ ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે ફૂટ્યો ભાંડો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Dec 2018 12:31 PM (IST)
1
રાજકોટઃ રાજકોટમાં સગીરા પર બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. બે યુવકોએ બળાત્કાર ગુજારતા સગીરા ગર્ભવતી બની છે. સગીરાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી છે.
2
આ અંગેની વિગતો એવી છે કે, પ્રિયા(નામ બદલ્યું છે) પર નિલેશ વોસોડિયા અને ધ્રુવ પરમાર નામના બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારને કારણે સગીરાને હાલ છ મહિનાનો ગર્ભ રહી ગયો છે. આ અંગે પરિવારને ખબર પડતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. હાલ, રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.