નવી દિલ્હી: ટીવી શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરવાના મામલે ભારતીય બેટ્સમેન હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને દંડ ફટકારવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના લોકપાલની લોકપાલ કમિટિએ બન્નેને 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને તેઓને ડ્યૂટી પર શહિદ થનારા અર્ધસૈનિક દળોના 10 જવાનોના પરિવારને એક-એક લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. આ સાથે બ્લાઈન્ડ ક્રિકેટ એસોશિએશનના ફંડમાં 10 લાખ રૂપિયા જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
લોકપાલે જણાવ્યું હતું કે, દેશમાં ક્રિકેટર્સ રોલમોડલ છે. તેમણે એવું કામ કરવું જોઈએ જે તેમના સ્તરનું હોય. આ બંને ખેલાડીઓએ માફી માંગી લીધી હતી અને તેમની વિરૂદ્ધ કાર્યવાહીનો વિરોધ કર્યો ન હતો.
સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા બાદ હાર્દિક પંડ્યાએ પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, હું શો દરમિયાન નેચરમાં ખોવાઈ ગયો હતો. તેણે ટ્વીટ કરીને એમ પણ કહ્યું હતું કે, મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો નહતો. મારા નિવેદનથી જે લોકોની ભાવનાને ઠેંસ પહોંચી છે એ તમામની હું માફી માંગવા માંગુ છું.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હાર્દિક પંડ્યા બાકીના રૂપિયા કેવી રીતે જમા કરાવશે તે વિશે ચોક્કસપણે ખાતરી નથી. તે ‘સૌથી લાયક વિધવા’ ઓળખવા વિશે મૂંઝવણમાં છે. આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે હાર્દિક પંડ્યાએ બીસીસીઆઈ પાસેથી મદદ માંગી છે.
‘કોફી વિથ કરણ ચેટ’ શોમાં વિવાદાસ્પદ એપિસોડ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ટેલિકાસ્ટ થયો હતો ત્યાર બાદ વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર બંને ક્રિકેટરોની ખૂબ જ ટીકા થઇ હતી ત્યાર બાદ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
હાર્દિક પંડ્યાને 20 લાખનો દંડ, બોર્ડે દંડના 10 લાખમાંથી કોને 1-1 લાખ આપવા કર્યું ફરમાન?
abpasmita.in
Updated at:
05 May 2019 10:33 AM (IST)
બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને તેઓને ડ્યૂટી પર શહિદ થનારા અર્ધસૈનિક દળોના 10 જવાનોના પરિવારને એક-એક લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. આ સાથે બ્લાઈન્ડ ક્રિકેટ એસોશિએશનના ફંડમાં 10 લાખ રૂપિયા જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -