ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2019 માટે BCCI સમક્ષ રાખી આ 3 માંગ, જાણો વિગત
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં યોજાનારા ICC વર્લ્ડકપ 2019 માટે વિરાટ કોહલી એન્ડ કંપનીએ કેટલીક માંગો રાખી છે. જેમાં પ્રવાસ દરમિયાન કેળાનો પૂરતો સ્ટોક, રેલવેને એક કોચ રિઝર્વ અને પત્નીઓ સાથે લઈ જવાની ત્રણ માંગ કરી છે. ટીમ ઈન્ડિયાની આ માંગ પર હજુ સુધી કોઈ ફેંસલો લેવામાં આવ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ દરમિયાન ટ્રેનની મુસાફરી વધારે આરામદાયક રહેતી હોવાનો ખેલાડીઓનો મત છે. આમ કરવાથી સમય પણ બચી જાય છે. આ સ્થિતિમાં એક કોચ રિઝર્વ રાખવાની માંગ કરવામાં આવી છે. આ પહેલા પણ વિરાટ કોહલીએ વિદેશ પ્રવાસ દરમિયાન પત્નીઓને સાથે રાખવાની વાત કરી હતી પરંતુ તેના પર હજુ સુધી કોઈ ફેંસલો લેવામાં આવ્યો નથી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી 11 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં થયેલી બેઠકમાં CoA સમક્ષ આ ત્રણ વાતો મુકી હતી. સૂત્રોના કહેવા મુજબ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ભારતીય ટીમના ખેલાડીઓને જરૂરિયાત મુજબના ફળ ઉપલબ્ધ કરાવી શક્યું નહોતું. આ કારણે વિરાટે CoA સમક્ષ ઉપરોક્ત માંગ રાખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -