Ind v Eng: ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં બનાવી શકે છે રેકોર્ડ, જાણો વિગત
ઈશાંત શર્માઃ ટીમ ઈન્ડિયાનો અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા શ્રેણીમાં 12 વિકેટ લેશે તો 250 ટેસ્ટ વિકેટ લેવાની ઉપલબ્ધિ મેળવશે. ઈશાંત 82 ટેસ્ટમાં 238 વિકેટ લઈ ચુક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજિંક્ય રહાણેઃ વિદેશી ધરતી પર ટીમ ઈન્ડિયનો ભરોસાપાત્ર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેણીમાં 107 રન બનાવી લેશે તો ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન બનાવનારો 22મો ભારતીય બની જશે. તેણે અત્યાર સુધીમાં 45 ટેસ્ટમાં 76 ઈનિંગમાં 43.18ની સરેરાશથી 2893 રન બનાવ્યા છે.
મુરલી વિજયઃ ટીમ ઈન્ડિયાનો ઓપનર મુરલી વિજય શ્રેણીમાં 93 રન બનાવશે તો 4000 રન બનાવનારો 16મો ભારતીય બની જશે. મુરલી વિજયે અત્યાર સુધીમાં 57 ટેસ્ટમાં 97 ઈનિંગમાં 40.70ની સરેરાશથી 3907 રન બનાવ્યા છે.
ચેતેશ્વર પુજારાઃ ટીમ ઈન્ડિયાનો મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટ શ્રેણી દરમિયાન 5000 રન પૂરા કરી શકે છે. નંબર 3 પર ભારતીય ટીમમાં મહત્વની ભૂમિકા ભજવનારા પુજારએ 58 મેચમાં 97 ઈનિંગમાં 50.34ની સરેરાશથી 4531 રન બનાવ્યા છે. સીરિઝમાં પુજારા જો 469 રન બનાવી લેશે તો ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન બનાવનારો 12મો ભારતીય ક્રિકેટ બનશે.
વિરાટ કોહલીઃ વિરાટ કોહલી 5 ટેસ્ટ દરમિયાન 446 રન કરશે તો 6000 રનની ઉપલબ્ધિ નોંધાવશે. કોહલી હાલ 66 મેચમાં 112 ઈનિંગમાં 53.40ની સરેરાશથી 5554 રન નોંધાવી ચુક્યો છે. જો તે 446 રન બનાવી લેશે તો ટેસ્ટ ક્રિકેટમાં 6000 રન બનાવનારો 10મો ભારતીય ક્રિકેટર બની જશે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે 1 ઓગસ્ટથી ટીમ ઈન્ડિયા બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ કરશે. ભારત ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ રમશે. આ દરમિયાન ભારતના 5 ક્રિકેટર જીતમાં મહત્વની ભૂમિકા ભજવશે તો વ્યક્તિગત રેકોર્ડમાં પણ ઉપલબ્ધિ હાંસલ કરી લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -