નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીથી અલગ થઇ ચૂકેલી પત્ની હસીન જહાંને ફોન પર ધમકી મળી છે. 25 વર્ષના આરોપીને પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદ અનુસાર આરોપી બે મહિનાથી હસીન જહાંને જુના ફોટો અને મોબાઇલ નંબર અશ્લીલ વેબસાઇટ પર પૉસ્ટ કરવાની ધમકી આપીને પૈસા માંગી રહ્યો હતો.

શમી અને હસની જહાંની વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હસીન જહાં પર દહેજ અને શારીરિક ઉત્પીડન ઉપરાંત મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. ફેસબુક પર કેટલીક તસવીરો શેર કરીને શમી પર અનૈતિક સંબંધોનો પણ આરોપ લગાવ્યો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીએ દાવો કર્યો હતો કે તે હસીન જહાંના ઘરમાં કામ કરનારી નોકરાનીની દીકરો છે. તે ફોન પર રૂપિયાની માંગ કરી રહ્યો હતો. જ્યારે વાત ના બની તો તે હસીન જહાંની તસવીરો અને મોબાઇલ નંબર સોશ્યલ મીડિયા પર શેર કરવાની ધમકી આપવા લાગ્યો હતો. હસીન જહાંએ રવિવારે આની ફરિયાદ કરી. મોબાઇલ નંબરના લૉકેશન તપાસ્યા બાદ પોલીસે આરોપીની મંગળવારે રાત્રે ધરપકડ કરી લીધી હતા.



પોલીસે ધમકી આપીને પૈસા માંગવાના આરોપમાં નોકરાની શીલા સરકાર અને દેવરાજ સરકારને પણ પકડી લીધા છે. બન્ને આરોપી સાઉથ 24 પરગનાના રહેવાસી છે.