અમદાવાદઃ રાજયમાં દિવાળી બાદ કોરોનાનો કહેર થંભવાનું નામ નથી લઈ રહ્યો. રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 1 હજાર 540 કેસ નોંધાયા છે. જે કેસ નોંધાયા જેમાં 843 કેસ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં જ નોંધાયા.


સૌથી વધુ અમદાવાદ શહેરમાં 326 સુરત શહેરમાં221 વડોદરાામં હેરમાં 128, રાજકોટ શહેરમાં 69, જામનગર શહેરમાં 29, ભાવનગર શહેરમાં 16, જૂનાગઢ શહેરમાં 12 અને ગાંધીનગર શહેરમાં 42 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 23, સુરત જિલ્લામાં 56, વડોદરા જિલ્લાામં 41, રાજકોટ જિલ્લામાં 58, જામનગર જિલ્લામાં 15, ભાવનગર જિલ્લામાં ત્રણ, જૂનાગઢ જિલ્લામાં આઠ, ગાંધીનગર જિલ્લામાં 39, અમરેલી જિલ્લામાં 26, સુરેંદ્રનગર જિલ્લામાં 20,બોટાદ જિલ્લામાં આઠ, કચ્છ જિલ્લામાં 19, મોરબી જિલ્લામાં 24, ગીર સોમનાથ જિલ્લામાં નવ, પોરબંદર જિલ્લામાં ચાર, દેવભૂમિ દ્વારકામાં છ, મહેસાણા જિલ્લામાં 45, પાટણમાં 49, બનાસકાંઠામાં 57, સાબરકાંઠામાં 21, અરવલ્લીમાં છ, ભરૂચમાં 26, વલસાડમાં ત્રણ, નવસારીમાં સાત, દાહોદમાં 16, પંચમહાલમાં 27, મહીસાગરમાં 18,નર્મદામાં ચાર, ખેડામાં 30,આણંદમાં 20, છોટા ઉદેપુરમાં પાંચ અને તાપી જિલ્લામાં ચાર કેસ નોંધાયા છે.

રાજયમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક વધીને 2 લાખ 1 હજાર 949 પર પહોંચી ચૂક્યો છે. વાત મૃત્યુની કરીએ તો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજયમાં વધુ 14 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં નવ, સુરત શહેરમાં બે, વડોદરા, અમદાવાદ જિલ્લા અને બોટાદમાં એક એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે.

રાજયમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 3 હજાર 906 પર પહોંચ્યો છે. કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન 1 હજાર 283 દર્દી ડીસ્ચાર્જ થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 83 હજાર 756 પર પહોંચી છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજયમાં રેકોર્ડબ્રેક 91 હજાર 459 ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા ટેસ્ટની કુલ સંખ્યા 74 લાખ 80 હજારને પાર પહોંચી છે. રાજયમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 14 હજાર 287 થઈ ચૂકી છે. જેમાં 96 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. રાજયમાં હાલ 4 લાખ 94 હજાર 607 લોકોને હાલ હોમ ક્વોરંટાઈન કરાયા છે.