RCB અને વિરાટ કોહલીને સપોર્ટ કરી રાતોરાત સ્ટાર બની ગઈ આ યુવતી, જાણો કોણ છે આ ‘મિસ્ટ્રી ગર્લ’
abpasmita.in | 06 May 2019 09:38 AM (IST)
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વાયરલ થયેલી યુવતીનું નામ દીપિકા ઘોષ છે. ઓળખ જાહેર થયા બાદ દીપિકા રાતોરાત સ્ટાર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર થોડા કલાકોમાં જ તેના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે.
મુંબઈ: સોશિયલ મીડિયા દ્વારા લોકોને સ્ટાર બનતા તમે અનેકવાર જોયા હશે. જોકે હવે સ્ટેડિયમમાં IPLની મેચ જોતાં પણ લોકો ફેમસ થઈ જાય છે. ગત આઈપીએલમાં જે રીતે દીપક ચહરની બહેન માલતી ચહરની તસવીર પર લોકો ફીદા થઈ ગયા હતાં. તો આવું જ આ સીઝનમાં પણ થયું છે. આઈપીએલની હાલની સીઝનમાં ફરી એક યુવતી ‘મિસ્ટ્રી ગર્લ’ બનીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વાયરલ થયેલી યુવતીનું નામ દીપિકા ઘોષ છે. ઓળખ જાહેર થયા બાદ દીપિકા રાતોરાત સ્ટાર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર થોડા કલાકોમાં જ તેના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે. આ મેચ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની હતી જ્યારે કેમેરાની નજર તેની પર પડી હતી. ત્યાર બાદ આ મિસ્ત્રી ગર્લની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે આરસીબીની બેટિંગ દરમિયાન 17.3 ઓવરમાં શિમરન હેટમેયર બેટિંગ કરી રહ્યો હતો. મિસ્ટ્રી ગર્લની આ તસવીરે સોશિયલ મીડિયા પર ઓળખ મળી હતી. ઓળખ થયા બાદ દીપિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મિસ્ટ્રી ગર્લ દીપિકા વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફેન છે. તેની વાયરલ થયેલી તસવીર શનિવારની મેચની છે. આ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં વિરાટની ટીમે ચાર વિકેટથી જીત હાંસલ કરીને સીઝનનો અંત કર્યો હતો. દીપિકાની જૂની તસવીરો જોવામાં આવે તો જેની પર લાઈક્સની સંખ્યા 300 હતી. જે વાયરલ થયા બાદ શરૂઆતની આ તસવીરોની લાઈક્સ હજારો સુધી પહોંચી છે.