નવી દિલ્હીઃ મદન લાલની આગેવાનીમાં ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ રાષ્ટ્રીય ટીમના સિલેક્ટર્સના પદ પર પાંચ ઉમેદવારને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને સવાલ પૂછ્યો હતો. સિલેક્ટર્સના પદ માટે લગભગ 40 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી સીએસીએ લક્ષ્મણ શિવરામકૃષ્મન, વેંકટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ, સુનીલ જોશી અને હરવિંદર સિંહને બુધવારે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા.


આ બધાને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય વિશે તમારો શું મત છે?. ધોની જુલાઈમાં થયેલ આઈસીસી વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમની હાર બાદથી ટીમમાંથી બહાર છે. દોની જોકે 29 માર્ચે શરૂ થઈ રહેલ આઈપીએલમાં સીએસકેની આગેવાની કરશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સીએસીએ તમામને ધોનીના ભવિષ્યને લઈને એક જ પ્રશ્ન પૂછ્યો હતો. સાથે એ પણ પૂછયું હતું કે શું તે આ ખેલાડીને ટી-20 વર્લ્ડ કપ માટે પસંદ કરશે.



બીસીસીઆઈ ઇચ્છે છે કે પસંદગી સમિતિ ધોનીના આંતરરાષ્ટ્રીય કારકિર્દીને લઈને વલણ સ્પષ્ટ કરે. સૂત્રએ કહ્યું હતું કે ધોનીનો મામલો સંવેદનશીલ અને પેચીદો છે જેથી આ સવાલ પુછવાની જરુર હતી. ઉલ્લેખનીય છે કે ધોની જુલાઈમાં આઈસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં થયેલા પરાજય પછી ટીમથી બહાર છે. ધોની 29 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની આગેવાની કરશે.